રમત-ગમત ક્ષેત્રે ઉંચી ઉડાન ભરવા ઉકજજ બેટરી ટેસ્ટ યોજાઇ : ડીએલએસએસની પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા
ગુજરાતના દરેક જિલ્લામાં ડીએલએસએસ પ્રવેશ પ્રક્રિયા માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્્યું છે. સૌ પ્રથમ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાઇ હતી અને હવે પોરબંદર સહિત રાજ્યભરમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૭પમી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત પોરબંદર સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ડીએલએસએસ-ર૦રરને લઇને સિનીયર કોચ કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનિષ જીલણીયા જણાવ્યું હતું સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાત સંચાલીત જિલ્લા ક્ક્ષા સ્પોર્ટસ સ્કૂલના જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં પસંદ થયેલા વિશિષ્ટ પ્રતિભાશાળી ખેલાડી કે જે તાલુકા દીઠ ૩રની સંખ્યામાં પસંદ થયેલા હતા.
તેઓને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પસંદ કરેલા હતા અને તેઓની જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ યોજાઇ હતી. જેમાં પહેલા દિવસે ૪૮ બહેનોએ આ પરીક્ષા આપી હતી. આ કસોટી રાજ્ય કક્ષા માટે પસંદગીને લઇ રાખવામાં આવી હતી. જેમાંથી પસંદગી પામેલા ખેલાડીઓની પસંદગી થશે જેમાં પસંદગી પામેલા ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવશે. જેમાં સારા માર્કસ સાથે ઉત્તિર્ણ થનાર ખેલાડીઓને ડીએલએસએસમાં પ્રવેશ આપવામાં આવશે અને તે ખેલાડીઓને ગુજરાતની ૩૯ વિશાળ કાર્યક્ષેત્ર અને ભૌતિક સુવિધા સુશોભીત શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને પ્રવેશ શૈક્ષણિક ફી, બુક, સ્ટેશનરી, ઇવેન્ટ ફી, પૌષ્ટિક આહાર, માસીક સ્ટાઇપેન, ટુર્નામેન્ટ એક્સપ્લોઝર, રમતની ઘનિષ્ટ તાલીમ, મેડીકેમ પોલીસી તથા રમતના આધુનીક સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ડીએલએસએસમાં પસંદગી પામેલા ખેલાડીઓ વાઇટી યંગ ટેલેન્ટ ગુજરાત સરકાર તરફથી ડીએલએસએસ યોજના હેઠળ પસંદગી કરી ઘનિષ્ટ તાલીમ આપી તે ખેલાડીઓની પ્રતિભા ઓળખીને તેને પ્રુવન્ટ ટેલેન્ટમાં ક્નવર્ટ કરી તેમને રાષ્ટ્રીય કક્ષાના કોચીસ પાસે સારી તાલીમ આપી રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. શિક્ષણની સાથે રમતનો સમન્વય એટલે ડીએલએસએસ. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના જેમા ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ રમત બન્નેનો સમનવય કરી ભવિષ્યમાં ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકીર્દિ બને તેવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
Recent Comments