fbpx
ગુજરાત

સુરતમાં સિટીબસ કાર, બાઈકને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ

સુરતમાં સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. બસ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બસ એટલી ધડાકાભેર અથડાઈ હતી કે બસમાં બેઠેલા પેસેન્જરોને પણ ઇજા થઇ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સિટી બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી એ દરમિયાન ઘટના બની હતી. બસે પહેલા હોટલની બાજુમાં ઊભેલી વેગેનાર કારને ટક્કર મારી હતી. કારને પાછળના ભાગે લાગ્યા બાદ બે બાઈકને અડફેટે લઈ બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી.

સદનસીબે અત્યારે કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે એ જાેતાં અચૂક એક મોટી દુર્ઘટના ટળી એવું ચોક્કસ કહી શકાય છે. સિટી બસ નંબર ૧૨૬ દ્વારા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત ડ્રાઈવરને ખેંચ આવવાને કારણે બન્યો હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું. હોટલ નજીક કાર પાર્ક કરેલી હતી એમાં કોઈ વ્યક્તિ બેઠી ન હોવાને કારણે કોઈને ઇજા થઇ નથી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર હતી. સ્ટેશન વિસ્તાર પર પહોંચતાં આ ઘટના બની છે. હાલ જાણવા મળ્યું છે કે ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી. કંડકટર સાથે વાત થયા પ્રમાણે બસમાં બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/