fbpx
ગુજરાત

નડિયાદમાં પાલિકાના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટર રસ્તા તેમજ ગંદકીના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ કનૈયા ઇનામદારે રજૂઆત કરી સમસ્યાઓ દૂર કરવા માંગ કરી

નડિયાદમાં પાલિકાના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટર રસ્તા તેમજ ગંદકીના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ કનૈયા ઇનામદારે રજૂઆત કરી સમસ્યાઓ દૂર કરવા માંગ કરી ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં વોર્ડ નંબર 5માં આવેલા છાટીયાવાડની લીંમડી પાછળના લઘુભાઈના છીડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરના પાણી રસ્તા તેમજ ગંદકીના પ્રશ્ને આ વોર્ડના લોકો મુશ્કેલીમાં છે.આજે નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ કનૈયા ઇનામદારે આવેદનપત્ર આપી આ વિસ્તારની પ્રજાની સમસ્યાઓ દૂર કરવા માંગ કરી છે. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે નડિયાદ વોર્ડ નંબર પાંચમા આવેલ છાટીયાવાડ લીમડી પાછળના લઘુભાઈના છીડા વિસ્તારમાં શ્રમજીવી પ્રજા રહે છે આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે. નડિયાદ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ થતી નથી રસ્તાઓની હાલત બિસ્માર છે. ગંદકીના ઢગલા જોવા મળે છે ગટર ઉભરાઈ છે. પ્રજાને અવર જવર કરવામાં ખુબ જ તકલીફ પડે છે આ બાબતની વારંવાર રજૂઆતો આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે આ વિસ્તારમાંથી જો ગંદકી દૂર ન થાય તો પ્રજા બીમારીમાં સપડાશે. આ આવેદનપત્ર આપી આ વિસ્તારની પ્રજાની સમસ્યા દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/