fbpx
ગુજરાત

ધો.૧૨ સાયન્સનું ગુજરાતમાં સૌથી વધુ પરિણામ રાજકોટમાં આવ્યું


ગુજરાતમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું ધો.૧૨ સાયન્સમાં ૮૫.૭૮% પરિણામ આવ્યું છે. કોરોના બાદ પ્રથમ વખત ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જાેવા મળી રહી છે. રાજકોટની સ્કૂલોમાં પરિણામને લઈને ઉજવણી થઈ રહી છે. ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્‌યા છે. ગરબાની સાથોસાથ વિદ્યાર્થીઓ ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં ૫૮૦૭ ઉમેદવારનું પરિણામ જાહેર થયું છે. જેમાં એ૧ ગ્રેડમાં ૧૭, એ૨ ગ્રેડમાં ૩૯૭, બી૧ ગ્રેડમાં ૧૦૩૪, બી૨ ગ્રેડમાં ૧૪૨૨, સી૧માં ૧૪૯૩, સી૨માં ૧૧૮૦, ડી ગ્રેડમાં ૨૬૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.ધો.૧૨ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં રાજકોટ જિલ્લાએ પરિણામમાં મેદાન મારતા વિદ્યાર્થીઓની ખુશી બેવડાઇ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓના મો મીઠા કરાવી પરિણામને વધાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરિણામ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/