પેટ્રોલ પંપ ઓફીસ માં મરચું નાંખી રૂ 15 લાખની લૂંટ નો ભેદ ઉકેલાયો 4 આરોપીઓ પોલીસ સંકજામાં
દેવગઢ બારીયાના રાજમહેલ રોડ પર આવેલ અલંકાર પેટ્રોલ પમ્પ પર જ દિવસે એશિયા ની કેબીનમાં ખુશી ને આંખમાં મરચું નાખવાં ૧૫ લાખની લૂંટનો બનાવ બનતા પોલીસ તંત્ર એક્શન માં આવ્યું હતું જે અન્વયે પેટ્રોલ પમ્પ કેશિયરે જે વાત અને કેફિયત રજૂ કરી હતી તે
લુટારુઓએ તેની આંખમાં મરચાની ભુકી નાખી 15 લાખ રૂપિયાની રોકડ સાથે સીસી ટીવીનું ડીવીઆર પણ લુંટીને ફરાર થઇ ગયા હતાં. પેટ્રોલ પંપ ઉપર ચાર કર્મચારીઓ કામ કરે છે ત્યારે લુટારુઓ બાઇક ઉપર આવ્યા કે પગપાળા તે પણ કોઇને ખબર પડી ન હતી.
પોલીસને શંકાના દાયરામાં લાવી હતી તથા મોડી સાંજ સુધી ફરિયાદ પણ નોંધાઈ નહોતી પોલીસે પોતાની તમામ એજન્સીઓને કામે લગાડતા પોલીસને દાહોદના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ અને દેવ.બારીયા ટાઉન વિસ્તારમાં આવેલ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરેલ અને બનાવવાળી જગ્યાની વિઝીટ કરતા કોઇપણ રીતે મેનેજરની ઓફીસની જગ્યા જોતા તેમજ ગ્રાહકોની અવર જવર જોતા આ પ્રકારનો બનાવ કેવી રીતે બની શકે તે બાબતે શંકા ઉદભવે તેવી સ્થિતિ જણાય આવેલ હોઇ જેથી પેટ્રોલપંપના મેનેજર તેમજ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓને પો.સ્ટે લાવી અલગ અલગ રાખી ઘનીષ્ઠ પુછપરછ કરતા મેનેજર – ( ૧ ) આબીદ અસદબીન અવદભાઇ અરબ ( ૨ ) આકાશભાઇ મુકેશભાઇ સંગાડા ની પુછપરછ કરતા તેઓની લુંટ અંગેની કેફિયત અલગ અલગ જણાવતા તેઓ ઉપર શંકા જતા તેઓની અલગ અલગ ટીમો દ્વારા તેઓની પુછપરછ કરતા આ બંને આરોપીઓ – ( ૧ ) આબીદ અસદબીન અવદભાઇ .અરબ ( ર ) આકાશભાઇ મુકેશભાઇ સંગાડા નોકરી ઘનિષ્ટ પુછપરછના લાલ આંખ કરતા અંતે ગુન્હાની કબુલાત કરી હતી
બંને આરોપીઓએ તેઓના પેટ્રોલપંપના કલેક્શન પેસા વાપરી નાખતા તેને સરભર કરવા અને રોમી અગ્રવાલ પાસેથી -૯,૦૦,૦૦૦ / – ઉછીના લીધેલ હતા લીધેલ ઉછીના નાણા પરત લેવા રોમી અગ્રવાલે વચ્ચે રહેલા પેટ્રોલ પંપ નાં મેનેજર પાસે પૈસાની ઉઘરાણી કરતા મેનેજર એ મુઝવણમાં આવી હવે પૈસા કયાંથી લાવીને તેઓને આપવાના તેમ વિચારી શુક્ર શનિવાર દરમ્યાન કલેકશન થયેલ પૈસા ઉછીના લીધેલ હતા તે વ્યકતિને -૯,૦૦,૦૦૦ / -આપી દીધેલ હતા
રવિવારના સાંજના આરોપી ( ૧ ) આબીદ અસદબીન અવદભાઇ .અરબ
( ર ) આકાશભાઇ મુકેશભાઇ સંગાડા
( ૩ ) સલમાનભાઇ સાકીરભાઇ અરબ એ મળી સલમાને લુંટ કરવા બે માણસો મોટર સાઇકલ લઇને આવશે તેવું ગુન્હાહિત કાવતરૂ રચી કાઠયું હતું
કાવતરા મુજબ બે આરોપી ઓને ને બોલાવી લુંટનો બનાવ બનાવી રવિવારના દિવસે કલેકશન થયેલ રૂપિયા -૨,૦૮,૦૦૦ / -આરોપી આકાશભાઇ નાઓ આરોપી – સલમાનભાઇ ના ઘરે લુંટ કરવાવાળા આરોપીઓનો પીછો કરવા ગયેલ તેમ જણાવી પોતાના ઘરે મુકી આવેલ હતો લુંટનો પર્દાફાશ કરી લુંટના રોકડ જ્ઞ ૧૧,૦૮,૦૦૦ / -નો મુદામાલ રીકવર કરી ચાર આરોપીઓની ઘરપકડ કરી હતી આરોપીઓ તેમજ લુંટમા ગયેલ ડી.વી.આર ની તપાસ હાલમા ચાલુ છે આરોપી ઓ જેમાં આરોપી
( ૧ ) આબીદ અસદબીન અવદભાઇ અરબ રહેવાસી – દેલાની પાસે તા.દેવ.બારીયા જી.દાહોદ
( ર ) આકાશભાઇ મુકેશભાઇ સંગાડા રહેવાસી – પી.ટી.સી કોલેજની આગળ ડાંગરીયા તા દેવ.બારીયા જી.દાહોદ
( ૩ ) સલમાનભાઇ સાકીરભાઇ , અરબ ઉ.વ -૫ રહેવાસી – દેવ.બારીયા રાણીવાવ ધર્મશાળાની પાછળ તા.દેવ.બારીયા જી.દાહોદ ( ૪ ) મૌહમદ ફૈજાન ઉર્ફે અરબાઝ ઇકબાલ હુસૈન – શેખ રહે – દેવ.બારીયા ભે દરવાજા તા.દેવ.બારીયા ઝડપી પાડી ને આ ગુનાહાં માં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની માટે આરોપીઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તાજ્વીજ હાથ ધરી છે
Recent Comments