અમદાવાદ સહીત ગુજરાતની અંદર ગરમી અને બફારો વધવાનું આ છે કારણ
ઉનાળાની અંદર ગરમીમાં માર્ચ મહિનાથી વધઘટ થઈ રહી છે. તેમાં ખાસ કરીને ચોમાસા પહેલા આ પ્રકારે ગરમીનો પારો 40થી વધીને ક્યારેક 43 તો ક્યારેક 45 ડીગ્રી સુધી જોવા મળ્યો છે. અત્યારે ગરમીની સાથે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ફરી ગરમીમાં આંશિક વધારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રણ વિસ્તારમાંથી ફૂંકાયેલા સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો થયો હતો. અગાઉ સમુદ્રી પવનોના કારણે ગરમીનો પારો નીચે પણ આવ્યો હતો. ત્યારે પવનની દિશા બદલાતા આ પ્રકારે ગરમીમાં વધઘટ જોવા મળતી હોય છે. જેમાં લૂ સહીતની સમસ્યા પણ અગાઉ અનુભવાઈ હતી. અત્યારે પણ રાજસ્થાનના રણપ્રદેશોના કારણે હિટવેવની અસર પણ જોવા મળી રહી છે ત્યારે આવતી કાલે ગરમીમાં આંશિક વધારો થાય તેવી પણ શક્યતાઓ છે.
અત્યાર સુઘીમાં ગરમીનો પારો પવનોની દિશા બદલાતા બે મહિનામાં 30 વાર વધઘટ થયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 45 ડીગ્રી આસપાસ ગરમી નોંધાઈ ચૂકી છે. અત્યારે ક્યાંક ક્યાંક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણમાં જોવા મળતું હોય છે. જેમાં ક્યારેક સૂકા પવનો ફૂંકાતા ગરમીની સાથે સાથે બફારો પણ થાય છે
Recent Comments