પત્નીએ ભરતસિંહ સોલંકીને યુવતી સાથે પકડ્યા, મારામારી, વીડિયો પણ બનાવ્યો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના નામે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમને તેમના પત્નીએ રંગેહાથ પકડ્યા હોવાનું કહેવાય છે. આ વીડિયો ભરતસિંહ સોલંકીના આણંદ સ્થિત બંગલાનો હોવાનું કહેવાય છે, જ્યાં ભરતસિંહ સોલંકી અને એક યુવતી સાથે હતા ત્યારે ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે રંગે હાથે ઝડપી પડ્યા હતા. આનો વીડિયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ અને એક યુવતી ઝઘડતા નજરે પડે છે. ભરતસિંહ સોલંકીની પત્નીએ આરોપ લગાડ્યો છે કે યુવતીના કારણે પોતાના ઘર સંસારમાં આગ લાગી છે અને યુવતીને હિસાબે જ પતિ પત્નીના સંબંધોમાં ખટરાગ ઉભા થયા છે.
કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીનું પારિવારિક જીવન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યું છે અને તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પતિ પત્ની વચ્ચે યુવતી આવતા સુખી ચાલતું લગ્નજીવનમાં તણાવ ઉભો થયો છે. આ વાયરલ વીડિયોમાં ભરતસિંહ સોલંકી, રેશ્મા પટેલ અને યુવતી ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે.
આ અગાઉ પણ ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાડ્યા હતા કે મને મારવામાં આવે છે અને ઘરે જાવ છું તો મને ધક્કા મારીને બહાર કાઢે છે. અમેરિકાથી ગુજરાત પરત આવ્યા બાદ કહ્યું હતું કે હું અહીં જ રહીશ અને મારો હક્ક મેળવીને જ રહીશ. વધુમાં કહ્યું હતું કે ના છૂટકે મારે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. આ મામલે ભરતસિંહ સોલંકીની પત્નીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી.
Recent Comments