fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું

દેશભરમા પેટ્રોલ ડીઝલ વાહનનો ભાવ વધારો દેશવાસીઓની કમરતોડી રહ્યો છે. તેની અસર દરેક વ્યક્તિઓના ખિસ્સા ઉપર પડી રહી છે. તેની સાથે હવે દરેક વ્યક્તિ ખિસ્સા ઉપરનુ ભારણ ઓછુ કરવાના રસ્તા અપનાવતા હોય છે, ત્યારે હાલમા દેશમા ઇલેક્ટ્રીક વાહનો પેટ્રોલ ડીઝલ કરતા સસ્તી મુસાફરી કરાવી શકે છે. સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રીક વાહનોનુ વધારે વેચાણ થાય તે ઉપરાંત પ્રદુષણમાંથી મુક્તિ મળે તે માટે વાહનો ઉપર સબસીડી આપી રહી છે. ગાંધીનગર જિલ્લામા વર્ષ ૨૦૨૨મા પેટ્રોલ ડીઝલના ૨૩૧૦૧ વાહનોનુ વેચાણ થયુ છે. તેની સામે ૬૦૬ ઇલેક્ટ્રીક વાહનો વેચાયા છે, જે ૨.૬ ટકા વેચાણ થયુ છે. વર્ષ ૨૦૨૧મા ઇવીના માત્ર ૩૪૧ વાહનોનુ વેચાણ થયુ હતુ.

જ્યારે વર્ષ ૨૦૨૨મા જાન્યુઆરી ૫૯, ફેબ્રુઆરીમા ૯૭, માર્ચમા ૧૧૮, એપ્રિલ ૧૨૪, મે ૧૨૮ અને જૂનના ૨૦ દિવસમા ૮૦ વાહનો વેચાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રીક વાહનોમા ટુ વ્હીલરની માંગ વધી રહી છે. પરંતુ વેઇટીંગ વધારે જાેવા મળી રહ્યુ છે. પરંતુ આગામી સમયમા ઇવીમા વધારે વેચાણ થાય તેવો અંદાજ રાખવામા આવી રહ્યો છે. ઇલેક્ટ્રીક વાહનોમા ખાસ કરીને ટુ વ્હીલરમા ઇન્કવાયરીનુ પ્રમાણ વધ્યુ છે. પરંતુ થ્રી વ્હીલરનુ માર્કેટ મંદુ છે, થ્રી વ્હીલર વાહનો માત્ર સંસ્થાકીય લોકો ઉપયોગ માટે ખરીદી રહ્યા છે.ગાંધીનગર જિલ્લામા ઇલેક્ટ્રીક વાહનનોનુ ચલણ વધી રહ્યુ છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ સામે પાટનગરવાસીઓ ઇલેક્ટ્રીક વાહન વાપરતા થઇ રહ્યા છે. જેને લઇને ગત વર્ષે માત્ર ૩૪૧ ઇલેક્ટ્રીક વાહનો વેચાયા હતા, તેની સામે વર્ષ ૨૦૨૨ના માત્ર છ મહિનામા ગત વર્ષ કરતા ડબલ વાહનો વેચાયા છે. ચાલુ વર્ષે પેટ્રોલ ડીઝલના ૨૩૧૦૧ વાહનો સામે ઇલેક્ટ્રીકના ૬૦૬ વાહનો વેચાયા છે. પેટ્રોલ ડીઝલના વાહનો સાથે અઢી ટકા ઇલેક્ટ્રીક વાહનો વેચાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/