fbpx
ગુજરાત

કેમિકલયુક્ત કચરામાં લાગેલી આગના ધુમાડાથી ગામના લોકોમાં ફેલાયો ડર

હળવદ તાલુકાના રાતાભેર ગામે કોઈ કારખાનાના માલિકો કેમિકલ્સ યુક્ત કચરો ઠાલવ્યા બાદ આ કચરાને સળગાવી દેતા જાણે ભયાનક આગ લાગી હોય તેવા ભયાવહ ધુમાડા નીકળતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. આ કેમિકલ્સ યુક્ત કચરો સળગાવાથી ભયંકર દુર્ગંધ ફેલાતા ગામલોકોનું આરોગ્ય જાેખમમાં મુકાઈ ગયું છે. ભારે પ્રદુષણ ફેલાવાથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે ભયંકર રીતે પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની પાછળ વચ્છરાજ દાદાના મંદિર પાસેના ચેકડેમ નજીક કોઈ કારખાનાવાળાઓ કેમિકલ યુક્ત ઝેરી કચરો ઠાલવી ગયા હતા. એટલું જ નહીં અહીં જાહેરમાં પહેલા જન આરોગ્ય માટે ખતરનાક આવો ઝેરી કચરો જાહેર નાખીને કોઈએ તેને સળગાવી દીધો હતો. આ કેમિકલ યુક્ત ઝેરી કચરો સળગતા જ જાણે મોટી ભયાનક આગ લાગી હોય તે રીતે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને આગના લબકારા મારતા ધુમાડા દૂર-દૂર સુધી દેખાતા લોકો ભયભીત બની ગયા હતા. કેમિકલ સળગતા જ ભંયકર પ્રકારની ઝેરી દુર્ગધ આખા ગામમાં ફરી વળી હતી.તેથી ગ્રામજનો સમસમી ઉઠ્‌યા હતા. ગામના એકદમ શુદ્ધ વાતાવરણને અશુદ્ધ કરનાર તત્વો સામે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. આજુબાજુમાં આવેલ ચેકડેમ કે તળાવોમાં માલઢોર પાણી પીતા હોય પણ આ કેમિકલ સળગતા તેનો ધુમાડો પાણીમાં ફરી વળતા પ્રદુષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી પ્રદુષણ બોર્ડ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/