fbpx
ગુજરાત

સુરતમાં સુએઝ લાઈનમાં સીસીટીવી કેમેરા લગાવવાની તૈયારીઓ શરૂ

સુરત શહેરમાં ૫૦૦ કિ.મી.થી વધું જાળ જેમ બિછાવાયેલી મેઇન ગટર લાઇનો સાથે સંકડાયેલી નાની-મોટી સુએઝ લાઇનોને મેઇન્ટેઇન રાખવા મહાપાલિકાના ડ્રેનેજ વિભાગને ભારે કસરત કરવી પડતી હોય છે. ખાસ કરીને ચોમાસા ટાણે અને પ્રિ-મોન્સૂનમાં સમૂળગું ડ્રેનેજ નેટવર્કને દૂરસ્ત રાખવાં તમામ ઝોન વિસ્તારમાં કામગીરી ચાલતી હોય છે. તેમ છતાં ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે કેમિકલનો નિકાલ થતો આવ્યો છે. કાપડની ચિન્ધીઓ, નોનવૅજ લારીઓનો વેસ્ટ, ગુટખા-પ્લાસ્ટિક થેલીઓ ફેંકાતી હોય જે લાઇનો ચોક અપ થવાની ગટરો ઉભરાવાની ફરિયાદો વધતી જ રહી હોવાનું ઝોનના ડ્રેનેજ ખાતાના ઇજનેરો જણાવે છે. પાલિકાના તમામ ઝોનમાં ઓનલાઇન અને ઓફલાઇન થયેલી ૩ મહિનાની ફરિયાદોનો આંકડો ૧૬ હજારને આંબી ગયો છે! આ ફરિયાદોના નિકાલ કરવામાં જ ડ્રેનેજ વિભાગે જાેતરાયેલા રહેવું પડી રહ્યું છે.

પાલિકાના બજેટમાં પણ સૌથી વધુ રૂ.૩૦૦ કરોડના ખર્ચની ડ્રેનેજ વિભાગ પાછળ જાેગવાઈ થાય છે.શહેરમાં ગટર લાઇનો ચોકઅપ થવાની ગંભીર સ્થિતિ ને પગલે સુએઝ લાઇન ડિસિલ્ટીંગ માટે તમામ ઝોનમાં ૯ કરોડના ખર્ચે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા સીસીટીવી કેમેરા ખરીદવાની જરૂરીયાત પાલિકાને જણાઇ છે. આ આધુનિક સીસીટીવી કેમેરા વડે સમૂળગા નેટવર્કમાં ક્યાંય પણ ચોકઅપ હશે અને કઈ વસ્તુ છે તેની સમગ્ર જાણકારી તંત્રને મળી જશે. તેથી લાઇનો ક્યાંથી જામ થઈ છે તેનો મેપ ડ્રેનેજ વિભાગને મળી જતાં સમયનો બચાવ થતાં સુએઝ લાઇનોમાં ડિસીલ્ટીગ કરી ફરિયાદ તુરંત નિવારી શકાશે. તમામ ઝોનમાં ત્રણ મહિનામાં જ અધધધ ૧૬ હજાર જેટલી ગટર ચોકઅપ થતાં ઉભરાવાની ફરિયાદો આવી છે ત્યારે વધુ વરસાદમાં ગટરિયા પૂરની કફોડી સ્થિતિ માં પણ કેમેરા ઉપયોગી સાબિત થઇ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/