fbpx
ગુજરાત

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળાઓ – પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ—પાંજરાપોળોને લાભ લેવા અપીલ

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળાઓ –  પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ—પાંજરાપોળોને લાભ લેવા અપીલ. રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

આઈ-ખેડુત પોર્ટલ પર તા. ૦૧-૦૭-૨૦૨૨ થી તા.૩૧-૦૭-૨૦૨૨ દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, પશુ ચિકિત્સા અધિકારીશ્રી અને જીલ્લા નોડલ અધિકારીશ્રીની ભલામણ સહીત અને અરજી અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજી, ઓનલાઈન કર્યા તારીખથી દિન-૩૦ પહેલા બોર્ડને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. ૭/ર, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને મોકલી આપવાની રહેશે.

આ યોજનાઓનો લાભ ગુજરાતની તમામ ગૌશાળાઓ-પાંજરાપોળોને મળે અને સરકારની ભાવના પણ સાચા અર્થમાં સાર્થક થાય તેવી ઉમદા અને પવિત્ર ભાવનાથી સમસ્ત મહાજનનાં ૨૦ કર્મયોગી કર્મચારીઓ અને સેવાભાવી કાર્યકર્તાઓની ટીમ ગુજરાતનાં લગભગ તમામ જિલ્લાઓમાં અને શકય હશે તો તમામ તાલુકા મથકે પણ ગુજરાતની ૧૧૦૦ ગૌશાળાઓ-પાંજરાપોળોને રૂબરૂ જઈ આ યોજનાની જાણકારી, કાગળો આપી ફોર્મ ભરવામાં પણ મદદ રૂપ થઈ અને ત્યારબાદ રાજય સરકાર સાથે પણ સંકલન કરાવવા મદદરૂપ થાય તે પ્રકારની રણનીતિનો અમલ શરૂ થઈ ચૂકયો છે.ગુજરાત સરકારની આ યોજનાઓનો લાભ લેવા ગૌશાળા-પાંજરાપોળોને એનીમલ વેલફેર બોર્ડનાં ગીરીશભાઈ શાહ, મિતલ ખેતાણી, દેવેન્દ્ર જૈને અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/