fbpx
ગુજરાત

મોરબીમાં ડ્રગ્સ સાથે એક ઈસ્મની ધરપકડ કરવામાં આવી

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત ડ્રગ્સ લઈ કોઈને વેચવાની ફિરાકમાં હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી અને તેના આધારે શંકાસ્પદ શખ્સ પર વોચ ગોઠવી હતી અને તે શખ્સ પસાર થતાંની સાથે જ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની અટકાયત કરી હતી. તેમજ આ ડ્રગ્સ કોની પાસેથી લીધું અને કોને કોને વેચતો હતો તે સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે આ આરોપીની કડક પૂછપરછ કરતા તેણે કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચતો હોવાની કબૂલાત કરી હતી.

જે કબુલાતના આધારે એસઓજીએ તપાસના દોરડા ભચાઉ સુધી લંબાવ્યા હતા. મોરબીમાં એસઓજી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઈ પી.જી.પનારા તેમજ તેમની ટીમ તપાસમાં હતી એ દરમિયાન તા.૧૬ના રોજ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા ઉ.વ.૨૮ રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબીવાળો શખ્સ પોતાના બાઈક નં. જીજે-૦૩-એચપી-૪૦૪૭ માં માદક પદાર્થ રાખી વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને એફેડ્રોનના જથ્થા સાથે નીકળેલા શખ્સને અટકાવીને તપાસ કરતા આરોપી પાસેથી મેફેડ્રોનનો જથ્થો કે જેનું વજન ૬.૮૮૦ ગ્રામ કિ.રૂ.૬૮,૮૦૦ મળી આવતા કબજે લીધો હતો. ગુનામાં વાપરવામાં આવેલા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦૦ તથા બાઈક કિ .રૂ.૩૫૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૩,૮૦૦ જપ્ત કર્યો હતો. આ આરોપીની કડક પૂછપરછમાં કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા આ બન્ને આરોપીઓ સામે એન.ડી.પી.એસ.હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/