fbpx
ગુજરાત

અમદાવાદ, ઉત્તરગુજરાત અને કચ્છમાં ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, કચ્છ અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

૫૦ જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ ૬૦ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક જિલ્લામાં વરસાદનું જાેર વધી શકે છે. કચ્છમાં રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને ભારે વરસાદ પડે એવી સંભાવના છે.

ચોમાસાની પહેલી સીઝનમાં ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં ૫૮.૫૪% પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી માત્ર ૨૧.૩૯% ટકા જ પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતમાં ૪૨.૭૫%, દક્ષિણ ગુજરાતમા ૭૧.૯૨%, કચ્છમાં ૬૭.૯૪% અને સૌરાષ્ટ્રમાં ૫૪.૬૭% પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવરમાં ૫૮.૫૮% પાણીનો જથ્થો છે.

રાજ્યમાં ૨૦૬ જળાશયમાંથી ૫૦ જળાશય ૯૦ ટકાથી વધુ ભરાયાં છે તેમને હાઈએલર્ટ પર રખાયાં છે, જ્યારે ૧૦ જળાશય ૮૦થી ૯૦ ટકા સુધી ભરાતાં તેમને એલર્ટ પર રખાયાં છે. ૧૪ જળાશયમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો જથ્થો હોવાથી તેમને વોર્નિંગ પર રખાયાં છે તેમજ ૧૩૨ જળાશયમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે.ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે.

આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/