fbpx
ગુજરાત

કોર્ટે સંન્યાસી બનેલા પતિને ૪.૫ વર્ષની કેદની સજા ફટકારી

સુરતના કતારગામ રહેતા રમેશ અને અનીતા (નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ ૨૦૦૧માં થયા હતા. લગ્ન બાદ દંપતીને પુત્ર અવતર્યો હતો. પરંતુ થોડા મહિનામાં જ ઝઘડા થતા પરિણીતા પુત્ર સાથે પિયર જતી રહી હતી. ભરણપોષણની અરજીમાં અરજદાર તરફે દલીલ કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૧૩થી ચૂકવણી થઈ નથી. ચડત રકમ રૂપિયા ૩.૫૦ થઈ ગઇ છે. કોર્ટે પણ પોતાના ચુકાદમાં આ રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું અને રકમ ચુકવે એટલે જેલમાંથી છોડવાનો જેલરને પણ આદેશ કરી દેવાયો હતો. પતિએ જણાવ્યું હતું કે, તેણે સન્યાસ લઈ લીધો છે અને તેની પાસે કોઈ મિલકત પણ નથી.

ઉપરાંત ભવિષ્યમાં પણ કોઈ રકમ ચૂકવી શકે એમ નથી.ભરણપોષણ ચૂકવવું ન પડે એ માટે સન્યાસ લેવાનો ઢોંગ કરનારા આરોપી પતિને કોર્ટે ૧૭૫૦ દિવસની સજાનો હુકમ કર્યો હતો. પત્નીએ જ્યારે કોર્ટ કેસ કર્યા બાદ પતિને ભરણપોષણની રકમ ચૂકવી આપવા માટે કેસ કર્યો તો તેણે એમ કહીને ચુકવણી કરવાથી ઇન્કાર કરી દીધો હતો કે હું સન્યાસી થયો છું. હવે કેવું ભરણપોષણ. જાે કે, પોલીસ આરોપી પતિને કોર્ટમાં લઇ આવી હતી અને તેને બે કેસમાં ૪.૫ વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જાેષીએ દલીલો કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/