fbpx
ગુજરાત

રેલ્વેના પાટા ડબલ લાઈન કરવા રાજકોટના ૫ ગામની જમીન કપાશે

વર્ષ ૨૦૨૫ સુધી ચાલનારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ પાછળ રૂપિયા ૧૦૦૦ કરોડનો ખર્ચ થનાર છે. આ પ્રોજેક્ટને કારણે કપાતમાં આવતા રાજકોટ જિલ્લાના વિસ્તારો પૈકી ખંઢેરી, નારણકા, તરઘડીની ૨૭ એકર તથા પડધરી, રામપર મોટા, નણપરીની ૩૦ એકર જમીનનાં સંપાદન બાબતે હાલ રેલવે અને ડીઆઈએલઆર દ્વારા સંયુક્ત રીતે માપણી ચાલી રહી છે, જે પૂર્ણ થતા રિપોર્ટ આવ્યા બાદ લોક સુનાવણી થશે અને છેલ્લું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં અમુક ગામના ગૌચર પણ કપાત થશે.

રેલવે દ્વારા રાજકોટ જિલ્લાનાં બાકી રહેતા સંબંધિત ગામોની જમીન સંપાદિત કરવાનું જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયું છે. તેમાં મોટી ચણોલ ગામની ૨૧,૦૦૦ ચો.મી.થી વધુ ખેત જમીન, ૩૭૦૦ ચો.મી. જેવી સરકારી, ૩૮ ચો.મી. ગૌચર તથા અંદાજે ૧૦૦૦ ચો.મી. બિનખેતી જમીનનો સમાવેશ થાય છે. જ્યારે જાેધપરમાં ૪૦૮૦ ચો.મી. સરકારી અને ૭૨૦૦ ચો.મી. જેટલી ખેત જમીન, નાની ચલોણમાં ૨૭,૨૯૬ સરકારી તથા મોવિયા ગામે ૨૯૨ ચો.મી. ખેતીની જમીન કપાત થશે. સૌથી વધુ ૭૯,૪૦૮ ચો.મી. એટલે કે ૧૯.૬૨ એકર જમીન રેલવે ડબલિંગ માટે કપાતમાં જનાર છે, જેમાં કુલ ૧૫૭૨ ચો.મી.ના ત્રણ રસ્તા, ૩૧૫૦૦ ચો.મી જેવી સરકારી તથા ૪૬,૦૦૦ ચો.મી.થી વધુ ખાનગી ખેત જમીનોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ગતિ શક્તિ સ્કીમમાં સમાવિસ્ટ રાજકોટ-કાનાલુસ રેલવેની બ્રોડગેજ સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં રૂપાંતરણ માટેના પ્રોજેક્ટ સંદર્ભે અગાઉ પડધરીના ૬ ગામોની ૫૭ એકર જેટલી જમીન સંપાદિત કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હવે પડધરી તાલુકાનાં જ વધુ ૫ ગામની ૩૫ એકરથી વધુ જમીનનું સંપાદન કરવા માટેનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/