fbpx
ગુજરાત

વડોદરાના ગોત્રીની હોસ્પિટલમાંથી ૧૨ લાખનો લેન્સ ખોવાઈ ગયો

તમે તમારી આસપાસ, ઘરમાં ઘણીવાર કોઈ વસ્તુ ખોવાઈ જાય છે તમે ગોતો અને તે મલી જાય અથવા તો તમે પોલીસ કમ્પલેન લખાવો છો ત્યારે વડોદરાના ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલમાંથી રૂ. ૮૦ લાખના એક અદ્યતન માઇક્રોસ્કોપમાંથી લેન્સ સહિતનો આઇ બોસ નામનો એક ભાગ નવ મહિનાથી ગુમ છે. ગત ઓક્ટોબર મહિનામાં રેટિના (આંખના પડદા)ની સર્જરી કરવા માટે તેની જરૂર પડતાં રૂ.૧૨ લાખની માતબર કિંમતનો આ ભાગ મળ્યો ન હતો. લાખો રૂપિયાની કિંમતનો આ ભાગ ગાયબ થતાં હોસ્પિટલમાં દોડધામ થઇ હતી. છેવટે આ મુદ્દે ભીનુ સંકેલવાનું હોય તેમ ૮ મહિનાનો સમય પસાર કર્યા પછી છેવટે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગોરવા પોલીસ સ્ટેશને અરજી અપાઇ હતી.

પણ હજીયે આ મુદ્દે કોઇ નક્કર તપાસ હાથ ધરવામાં આવી નથી. આ લેન્સ સહિતનો કોમ્પોનન્ટ ગાયબ થતા હોસ્પિટલમાં કેટલીક મહત્વની રેટિના-કેટેરેક્ટ સર્જરીઓ શરૂ થઇ નહીં અને આવા કેસ આવે તો સયાજી હોસ્પિટલમાં ડાઇવર્ટ કરવા પડી રહ્યાં છે. આ કોમ્પોનેન્ટ જાન્યુઆરી-૨૦૨૧માં હોસ્પિટલમાં આવ્યો હતો. ઓક્ટોબર-૨૦૨૧માં આ કોમ્પોનન્ટ નથી એવી જાણ સત્તાધીશોને થઇ હતી. આ મુદ્દે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સત્તાધીશોને નર્સિંગ વિભાગના અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ કોમ્પોનન્ટ ઓપ્થાલ્મોલોજી વિભાગના તબીબ બે-ત્રણ દિવસમાં પરત આપી જઇશ એવું કહીને લઇ ગયા હતા. જ્યારે મહિલા તબીબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવો કોઇ કોમ્પોનેન્ટ લીધો નથી એવો સ્પષ્ટ જવાબ આપી દીધો હતો.

આ દરમિયાન ઓપ્થાલ્મોલોજી વિભાગના હેડ પણ બદલાઇ ચૂક્યા હતા. છેવટે ૨૬મી જૂને ગોરવા પોલીસ સ્ટેશનમાં આ કોમ્પોનેન્ટ ગાયબ થયાની અરજી હોસ્પિટલે આપી છે. જાેકે એક મહિના કરતા વધુ સમય થવા છતાં હજી એફઆઇઆર નોંધાઇ નથી. જે આક્ષેપ થઇ રહ્યા છે તેમાં તબીબને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની અરજી પોલીસ મથકે અપાઇ છે. જેથી ગોરવા પોલીસે નર્સિંગ અધિકારીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.આઇ બોસ આંખના પડદાની સ્થિતિની તપાસ માટે વપરાય છે.

આંખના પડદાની સર્જરીમાં આંખોની પેશી અને સ્નાયુઓની માઇક્રોસ્કોપિક તપાસ માટે આઇ બોસનો ઉપયોગ થાય છે. જેમાં એક શક્તિશાળી લેન્સ હોય છે જે આંખના પડદાના સ્નાયુઓને અનેકગણું કરીને બતાવે છે અને ફોકસ કરે છે. જેથી તબીબને આંખની નસો, આંખમાં સપોર્ટ માટેનું વિશેષ જેલ અને તેમાં કોઇ લોહી છે કે નહીં તે બિલકુલ સ્પષ્ટ જાેવાય છે. ‘અમે આ સાધન ક્યાંક મૂકાઇ ગયું હોવાથી સારી રીતે શોધવાનું કહ્યું છે પણ મળ્યું નથી. જેથી પોલીસમાં અરજી આપી છે. પણ તેની એફઆઇઆર આવી નથી.

જે અંદરો અંદર આક્ષેપ થયા છે તે કમનસિબી છે.’ જ્યારે ઓપ્થાલ્મોલોજી વિભાગના હેડ ડો. અશ્વિની સાપરેએ આ મુદ્દે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ સ્થિતિમાં સીસીટીવી કેમેરાની તપાસ થાય તો નોંધપાત્ર કડી મળી શકે. પણ સૂત્રો મુજબ માત્ર ૩ મહિનાના જ ફૂટેજ રાખવામાં આવે છે. આ ઉપરાંત આ સાધનને રિપેર કરવામાં આવ્યું હતું ત્યારે પણ એક કંપનીના કર્મચારીને બોલાવવામાં આવ્યો હતો. બીજી નોંધપાત્ર બાબત એ છે કે, આ સાધન જ્યારે તબીબને અપાયું તેનો રજિસ્ટર પર પણ કોઇ રેકર્ડ નથી. હોસ્પિટલોમાં તબીબોને નર્સિંગ વિભાગ દ્વારા અપાતા દરેક સાધનોની નોંધ ઘણીવાર થતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/