fbpx
ગુજરાત

વડોદરાની એમ.એસ. યુનિ.માં ઉત્તરવહી ચકાસવાના મહેનતાણાનો વિવાદ

વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એસવાય બીકોમમાં ૧૩ સીએએ ઉત્તરવહીની ચકાસણી કરી છે. મહિને ૧ લાખ રૂપિયાથી વધારે કમાતા કરતાં ચાર્ડટ એકાઉન્ટન્ટને એક ઉત્તરવહી ચકાસણીના ૫ રૂપિયા યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ચૂકવાવામાં આવ્યા છે. રોજની ૧૫૦ ઉત્તરવહી ચકાસણી પેટે ૭૫૦ નું ચૂકવણું કરાયું હતું. ફેકલ્ટી બોર્ડની બેઠકમાં મહેનતાણું ઓછું હોવાથી બહારના અધ્યાપક ચકસાણી માટે આવતા ના હોવાનો વિવાદ પણ થયો હતો. ઉત્તરવહી ચકાસણી કરવા માટે ૨૦ રૂપિયા ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ થઇ હતી.

કોમર્સ ફેકલ્ટીમાં એસવાય બીકોમની ઉત્તરવહી ચકાસણી કરવા માટે યુનિવર્સિટી બહારના અધ્યાપકો આવતા ના હોવાથી શહેરના ૧૩ જેટલા સીએની ઉત્તરવહી ચકાસણી માટે મદદ લેવાઇ હતી. યુનિવર્સિટી સત્તાધીશોની અપીલ બાદ શહેરના ચાટર્ડ એકાઉન્ટન્ટ ઉત્તરવહી ચકાસણી માટે આવ્યા હતા. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક ઉત્તરવહી ચકાસણીના ૫ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. સીએ અંદાજીત ૧ લાખ કરતા વધારેની આવક દર મહિને કમાતા હોય છે. તેવા સમયે એસવાય બીકોમની ઉત્તરવહી ચકાસણી કરવાના ૫ રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું છે. રોજ ૧૫૦ જેટલી ઉત્તરવહીઓની ચકાસણી એક સીએ દ્વારા કરવામાં આવતી હતી. જેનું ૭૫૦ રૂપિયા જેટલું મહેનતાણું ચૂકવવામાં આવશે.

૧૩ જેટલા સીએ દ્વારા ૧૦ દિવસ જેટલો સમય ઉત્તરવહી ચકાસણી પાછળ આપ્યો હતો. ઉત્તરવહી ચકાસણી કરવા માટે રોજ તેમનો સમય બગાડીને સીએ આવ્યા હતા. રોજના ૪થી ૫ કલાકનો સમય ઉત્તરવહી ચકાસણીમાં થાય છે અને નગણ્ય મહેનતાણું યુનિવર્સિટી ચૂકવે છે. ફેકલ્ટી બોર્ડની વિશેષ બેઠકમાં ચકાસણી ફેકલ્ટીના અધ્યાપકો જ કરે તેવા મુદ્દાનો વિરોધ થયો હતો. બહારથી આવતા અધ્યાપકો ઓછા મહેનતાણાને પગલે આવતા ના હોવાની અને ૨૦ રૂપિયા મહેનતાણું કરવાનો મુદો ઉઠયો હતો. એમકોમની ઉત્તરવહી ચકાસણીની કમાગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં પણ યુનિવર્સિટી બહારથી ઉત્તરવહી ચકાસણી કરવા આવતા અધ્યાપકો હાજર નહિ રહે તેવી શકયતાઓ છે. જેથી ફરી સીએની મદદ લેવી પડે તેવી શકયતા છે. યુનિ.ના નિયમ પ્રમાણે બહારથી ઉત્તરવહી ચકાસણી કરવા આવતા અધ્યાપકોને ઉત્તરવહી દીઠ ૫ રૂપિયા ચૂકવવામાં આવે છે. સીએને પણ તે જ મહેનતાણું ચૂકવવામાં આવશે. અન્ય યુનિ.માંથી ઉત્તરવહી ચકાસણી માટે આવતા અધ્યાપકોનું મહેનતાણું વધારવું જાેઇએ તેવી રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી છે. જે અંગે યુનિ. સત્તાધીશો સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/