fbpx
ગુજરાત

ચાણસ્મા તાલુકા પંચાયતમાં કર્મચારી અને ટીડીઓને અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ

ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન અનારજી ઠાકોર રે. યશવિહાર સોસાયટી, અંબાજી નેળીયું, પાટણ બપોરે તેમની ઓફીસમાં હતા ત્યારે અત્રેનાં વિસ્તરણ અધિકારી મીનકાબેન સુતરીયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, મારા ટેબલ પર કોઇ અજીતસિંહ આવ્યાં હતા અને હું સરકારી કામકાજ કરતી હતી, ત્યારે તે તેમનાં મોબાઈલમાં મારો વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી મે વીડિયો બનાવવાની ના પાડી હતી.

મારા ટેબલ પર સરકારી કાગળો પડેલા હોવાથી મે મારા હાથથી સરકારી કાગળો ઉપર આડસ કરી હોવાથી આ વ્યક્તિએ ટેબલ પરના કાગળોનાં ફોટો વીડિયો બનાવેલ અને ઓફીસનાં પટાવાળા મંદાબેન હરિશભાઇ રાવલ બીજા એક ટેબલ પર કામ કરતા હોવાથી આ વ્યક્તિએ તેમનાં ટેબલ પર પણ જઇને વીડીયો બનાવતા હતા. પોતાનાં કર્મચારીની ફરિયાદ જાણીને તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર તેમની ઓફીસમાંથી નિકળીને વિસ્તરણ અધિકારીની ઓફીસમાં જતા હતા ત્યાં આ વસઈ ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ અજીતસિંહ જવાનજી વાઘેલા ઓફીસનાં ટેબલે ટેબલે ફરીને વીડીયો ઉતારતો હતો. જેથી ટી.ડી.ઓ.એ તેમને કહ્યુ કે, તમે આ શું કરો છો ? તેમ કહેતાં એ અજીતસીહે ટી.ડી.ઓ.ને કહ્યુ કે, ‘તું કોણ છે મને કહેવાવાળી ?’ તેમ કહીને અજીતસિહે તેમને મારવા ધસી આવ્યો હતો અને ટીડીઓને ધક્કો માર્યો હોવાનો આક્ષેપ તેમણે ફરિયાદમાં કર્યો હતો.

હું તો બધી કચેરીઓમાં જઇને ફોટા પાડું છું. કચેરીમાં આવવાની ના પાડી છે તો ધમકી આપી હતી. અન્યોએ પણ આ વ્યક્તિને સમજાવ્યો હતો. પરંતુ તે ટીડીઓ સાથે માથાકુટ કરતો હોવાથી ટીડીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે આવીને આ વ્યક્તિને લઇ ગઇ હતી. ટીડીઓનાં આક્ષેપ મુજબ આ વ્યક્તિએ અગાઉ પણ કચેરીનાં બીજા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યા હતું. મારું એક જૂનું બિલ કેટલાય સમયથી બાકી છે અને તેને ઉચ્ચ કક્ષાએથી ચૂકવણું કરવા માટે ઉચ્ચકક્ષાએથી મંજૂરી પણ મળી છે અને તે બિલ અંગે ઉઘરાણી કરતા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા અને ખોટી રીતે બદનામ કરવા માટે કાવતરું રચી આજે મને પોલીસ મથક સુધી ઘસડી જવાનો ખોટો પ્રયાસ કરાયો છે.

સરકારના આદેશ અનુસાર ટપાલ લખવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન વસઇ ગામના અજીતસિંહ જવાનજી વાઘેલાએ કેમ આ ટપાલો લખો છો તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી વીડિયો ઉતારવા લાગતાં અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી અને તમે અમારી રજૂઆતો કરવા માટે પોલીસ મથકે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. અમારા કર્મચારીઓ સરકારના આદેશ અનુસાર ટપાલ લખવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અજીતસિંહે તમે ટપાલ શું કામ લખો છો તેમ કહી ઉગ્ર બોલાચાલી થતાં અમારા કર્મચારીઓએ સરકારના આદેશ અનુસાર અમે કામ કરીએ છીએ તેવું કહ્યુ હતું તેમ છતાં ઉગ્ર બોલાચાલી કરી વીડિયો ઉતારતાં હોવાની મને જાણ કરેલ હતી અને છેવટે ચાણસ્મા પોલીસ મથક સુધી અમારે અમારી સુરક્ષા માટે જવું પડ્યું હતું. ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે બપોરે ત્રણ થી ચાર વાગ્યાના ગાળામાં વસઇ ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ અજીતસિંહ જવાનજી વાઘેલા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ જ્યારે સરકારી ટપાલો લખી રહ્યા હતા

તે દરમિયાન તમે આ કઇ કામગીરી કેમ કરો છો. આ કામગીરી તપાસમાં આવે છે કેમ તેમ કહી કર્મચારીઓની સાથે બોલાચાલી કરી વીડિયોગ્રાફી કરતાં હતા. આ દરમિયાન કર્મચારીઓ અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતાં ઉશ્કેરાયેલા અજીતસિંહ ઉગ્ર બોલાચાલી કરતાં તાલુકા વિકાસ અધિકારીએ ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતાં પીઆઇ આર.એમ. વસાવા દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત ખાતે મોકલી અને બોલાચાલી કરનાર ઇસમ અજિતસિંહને પકડીને તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા અને તેની સામે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બુધવારે બપોરે તાલુકા પંચાયતના કર્મચારી સાથે વસી ગ્રામપંચાયતના મહિલા પૂર્વ સરપંચના પતિએ કરેલી બોલાચાલીનો મામલો પોલીસ મથકે પહોંતાં ચાણસ્મા તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ તાલુકા પોલીસ મથકે ઉગ્ર રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.ચાણસ્મા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એક અરજદારે ઓફીસના કર્મચારીના ટેબલો ઉપર કામ કરતા ફોટા અને વીડિયો ઉતાર્યો હતો. જેથી અત્રેનાં મહિલા તાલુકા વિકાસ અધિારીએ તેઓને સમજાવતાં આ વ્યક્તિએ ટીડીઓને ધક્કો મારીને ગાળો બોલી હતી.

તેમજ ધમકી આપીને સરકારી કર્મચારી (રાજ્ય સેવા)નાં સુમની અવગણના કરી હોવાની ઘટના બની હતી. જેથી પોલીસ બોલાવવી પડી હતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે આ વ્યક્તિ સામે આઈ.પી.સી. ૩૩૨, ૩૨૩, ૩૫૩, ૩૫૪(એ), ૨૯૪(બી) તથા જી.પી. એકટ ૧૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/