fbpx
ગુજરાત

વેરાવળની શાળા-કોલેજાેના વિદ્યાર્થીઓએ વિશાલ રેલી યોજી

વેરાવળમાં ૧૫ જેટલી જુદી જુદી શાળા-કોલેજાેના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સિંહનાં મહોરાં પહેરી શહેરની સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય રેલી કાઢીને ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સિંહ દિવસની ઉજવણીના ભાગરુપે શાળાના વિદ્યાર્થીઓને સિંહની ફિલ્મ નિર્દેશન કર્યુ હતુ. તેમજ શાળાનાં પટાંગણમાં બાળકોને સિંહ દિવસ વિશે તથા ‘સિંહ બચાવો અભિયાન’ વિશે શાળાનાં શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ તકે વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણનો સંકલ્પ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સિંહનાં મહોરાં પહેરી શહેરના રાજમાર્ગે ઉપર ‘સિંહ બચાવો’ના નારા લગાવી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

રેલી દરમ્યાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ લોકો જાેડાયાં હતાં. વિશ્વ સિંહ દિવસની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાની વિવિધ સ્કુલોમા યોજાઇ હતી. જેમા ગીર સોમનાથની ૫૪૬ સરકારી પ્રાથમિક શાળાઓ અને ૨૮૭ ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયા, એમ. ડી. અપરનાથી, દિનેશ ગોસ્વામી, રાજેશ ગોસ્વામી, હેતલ વાજા, મનોજ સુખડીયા, ચંદુલાલ પરમાર, પાલિકા પ્રમુખ પિયુષ ફોફડી, ડો.સંજય પરમાર, પ્રો. જીવાભાઈ વાળા સહિતના અગ્રણીઓ રેલીમાં જાેડાયા હતા.સોરઠના ગીર જંગલમાં જાેવાં મળતાં ‘એશિયાટિક સિંહ’ દેશ અને ગુજરાતનુ ગૌરવ છે. તેનું જતન અને સંરક્ષણ થાય અને સમતુલા જળવાઈ રહે તે માટે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી પ્રતિવર્ષ ૧૦મી ઓગષ્ટના રોજ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/