fbpx
ગુજરાત

વલસાડના એક ગોડાઉનમાં લાગી આગ, ૨૫થી ૩૦ લાખનો સામાન બળીને ખાક

વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક આવેલા નંદાવલા ગામમાં એક પ્લાસ્ટિક અને વેસ્ટ પેપરના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં અંદાજે લાખો રૂપિયાના પેપર અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ભાગદોડ મચી હતી. કલાકોની ભારે જહેમત બાદ વલસાડ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવ બાદ ગોડાઉનના માલિકે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક આવેલા નંદાવલા ગામમાં આવેલા શ્રી લક્ષ્મી ઓલ્ડ પેપર માર્ટ અને પ્રમાણિક પ્લાસ્ટિક એન્ડ પસ્તી ભંડારના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ગોડાઉનમાં મૂકેલા પેપર અને પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હતી. જાેતજાેતામાં આગ વિકરાળ બની હતી. ગોડાઉનના કર્મચારીઓએ આગ ઓલવવા માટે ભારે મથામણ કરી હતી. પરંતુ આગ કાબૂમાં નહી આવતા થોડીક ક્ષણોમાં ગોડાઉનમાં મૂકેલો આશરે ૨૫ થી ૩૦ લાખ રૂપિયાનો સમાન બળીને ખાક થઈ ગયો હતો.

આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે વલસાડના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. વલસાડ ફાયર ફાઈટરની ટીમે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે ૨ ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચી હતી. વલસાડ ફાયર ફાઈટરની ટીમે આશરે ૬ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

આ બનાવ અંગે ગોડાઉનના માલિક ગીરીશભાઈ બચુભાઈ ઠક્કરે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. એફ.એસ.એલ ની ટીમે આવી તપાસ કરી ચોક્કસ કારણ જાણી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/