fbpx
ગુજરાત

આમલી ડેમમાંથી પાણી છોડાતા ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતના પોન્ડીચેરી સમાન ગણાતા ઉમરપાડા તાલુકામાં દર ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ વરસતો હોઈ છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેની અસર માંડવી તાલુકાના આમલીડેમ ખાતે જાેવા મળી હતી. ડેમમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાતા વહીવટી તંત્ર દ્વારા ડેમના ૬ દરવાજાઓ ખોલી પાણી વરેહ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા વરેહ નદીના નજીકમાં આવતા ગંગાપુર, લીમ્પા, જૂનવાણ, મોરીઠા, ગોડસંબા, ગવાછી, બુણધા, દેવગઢ, વિસડાલીયા, સલૈયા, કાછીયાબોરી, પીપરિયા, દેવગીરી, કોલખડી, ફૂલવાડી, વલારગઢ, ગોડાવાડી, વરેલી, માલપા, અંધારવાડી, ગોડધા, કરવલી તેમજ ખરોલી સહિતના ગ્રામજનોને વરેહ નદી નજીક ન જવા તેમજ ઢોર ઢાખરને પણ નદી નજીક ચારો ચરાવવા ન લઈ જવા સૂચન કરવામાં આવ્યું છે.

સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ખાબક્યો છે. ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ વરસતા તેની અસર માંડવી તાલુકામાં આવેલ આમલીડેમ પર જાેવા મળી હતી. ઉમરપાડાનાં જંગલ વિસ્તાર તેમજ ડુંગરાળ વિસ્તારમાં વરસેલા વરસાદના પાણીની આવક સીધી આમલી ડેમમાં થતા ડેમના ૬ જેટલા દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આમલી ડેમનું રૂલ લેવલ ૧૧૫ મીટર છે. જેની સામે હાલનું લેવલ ૧૧૪.૮૦ મીટર છે. તો બીજી તરફ ૪,૬૮૮ ક્યુસેક પાણીની આવક સતત નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. અને બપોર બાદ આમલીડેમના ૬ દરવાજાઓ ખોલી ૪,૮૬૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી વરેહ નદીમાં છોડવામાં આવતા નદી પ્રભાવિત થઈ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા વરેહ નદીની આસપાસ આવેલા ૨૦થી વધુ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/