સુરતના સરોલી બ્રિજ પાસેનો રસ્તો બેસી જતાં વાહન ચાલકો પરેશાન
સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રસ્તા પર સરોલી બ્રિજ નજીક લગભગ ૧૦ મીટર જેટલો રસ્તો બેસી ગયો હતો. રાત્રિના સમયે અચાનક રસ્તો બેસી ગયો હતો. સદનસીબે કોઈ વાહન ચાલકો તેમાં ન ખાબકતા કોઈ બીજા જનહાનિનો બનાવ સામે આવ્યો નથી. પરંતુ રસ્તો બેસી ગયા અંગેની જાણ તંત્રને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બેરીકેડ લગાવ્યા હતા. બીજી તરફ પાલિકાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી. સરોલી બ્રિજ નજીક રસ્તામાં સર્જાયેલા ભંગાણને લઈને સ્થાનિકોએ રસ્તો બનાવવામાં ઉતારવામાં આવેલી વેઠને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે રસ્તો બનાવતી વખતે જ નબળી કામગીરી કરવામાં આવી શકતી હોય અથવા તો પુરાણ ન કરવામાં આવ્યું હોવાના કારણે રસ્તો બેસી ગયો હોય શકે છે. જાેકે, તંત્ર દ્વારા ઝડપથી કામગીરી થાય અને રસ્તો ફરીથી યોગ્ય કરવામાં આવે તે જ માંગ હોવાનું સ્થાનિકોએ વધુમાં ઉમેર્યું હતું. સરોલી બ્રિજ નજીક વરસાદને કારણે થોડો ભાગમાં માટીનું ધોવાણ થવા સાથે બેસી ગયો છે. માટે આવનાર તથા જનાર વ્યક્તિઓ એ જાેથાણ થઈ આવવું જવું હિતાવહ છે. જેની નોંધ લેવી. આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરોલી બ્રિજ નજીક મોટું ભંગાણ સર્જાયું છે. જેના પગલે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે. એક તરફનો રસ્તો બેસી જતા તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે. જાેકે અચાનક જ રાત્રિના સમયે રસ્તાનો એક ભાગ બેસી જતા સ્થાનિકોએ રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
Recent Comments