fbpx
ગુજરાત

રાજકોટના બિઝનેસમેનના પુત્રનું અપહરણ કરી ધમકી આપવામાં આવી

ગત તા.૧૩ના રોજ પુત્ર અદનાનને ધંધાનું કામ સોંપ્યું હતું. જેથી તા.૧૪ના રોજ તે ઘરેથી નીકળ્યા બાદ સંપર્ક કરવા છતાં તેનો સંપર્ક થઇ શકયો ન હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. કોઇ ભાળ નહિ મળતા શાપરમાં તપાસ શરૂ કરી હતી. ત્યારે કારખાનાથી થોડે દૂર પુત્ર અદનાનની કારમાં નુકસાની થયેલી હાલતમાં રેઢી મળી આવી હતી. અજુગતું થયું હોવાની શંકાએ શાપર પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ કરી હતી. ત્યારે મોબાઇલ પર પુત્રનો ફોન આવ્યો હતો. અને તેને કહ્યું કે, આ લોકો તમને જેમ કહે તેમ કરજાે, જે માંગે તે આપી દેજાે, હજુ પુત્ર સાથે પોતે વાત કરતા હતા ત્યાં જ અન્ય કોઇ શખ્સે ફોન લઇ લીધો હતો. જેથી તમારે શું જાેઇએ છે તેમ પૂછતા તેને બે કલાકમાં પંદર ખોખાની માગણી કરી હતી અને જાે રૂપિયા નહિ આપે તો પુત્રને જાનથી મારી નાંખીશુંની ધમકી આપી ફોન કાપી નાંખ્યો હતો. ફરી ફોન આવ્યો જેમાં પુત્રે ડેડી શું થયું રૂપિયાનું, જેથી પોતે વ્યવસ્થા કરતા હોવાની વાત કહેતા જ ફોન કટ કરી નાંખ્યો હતો. અંતે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.બી.બરબસિયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ખંડણી માગનારનું લોકેશન અમરેલી તરફ આવતું હોય અમરેલી પોલીસને જાણ કરી હતી. જેને પગલે અમરેલી પોલીસે તપાસ શરૂ કરી માહિતી મુજબની કારને પકડી પાડી હતી અને અપહૃત અદનાનને મુક્ત કરી કારમાં રહેલા રાજુલાના નઇમ ઉસ્માન કનોજિયા, અમીન રસુલ મધરા, અબ્દુલ તપાસી બુકેરા, હમીદ કાદર જાખરાને પકડી પાડ્યા હતા. બીજી તરફ જિલ્લા પોલીસે કમલ રમેશ બારડ, મોઇન ફિરોઝ પઠાણને રાજકોટમાંથી દબોચી લીધા હતા. અપહરણ કરી ખંડણી માગવાના બનાવનો સૂત્રધાર કમલ બારડ હોવાનું અને તે અગાઉ આ જ કારખાનામાં નોકરી કરી ચૂક્યો છે. આર્થિક તંગી દૂર કરવા કમલે મોઇન સાથે કાવતરું ઘડ્યું હતું. પુત્ર અદનાનની એક મહિના પૂર્વે જ મૂળ મુંબઇની યુવતી સાથે સગાઇ થઇ હોવાનું ઉદ્યોગપતિ શબ્બીરભાઇએ પોલીસને જણાવ્યું છે. કમલ બારડ અને મોઇન પઠાણની પૂછપરછમાં કારખાનાના માલિકના પુત્રનું જ અપહરણ કરવાનો પ્લાન ઘડ્યા બાદ ૧૫ દિવસ સુધી રેકી કરી હતી.

માલિકના પુત્રનું અપહરણ કરવાની બે-ત્રણ વખત કોશિશ કરી હતી. પરંતુ સફળતા મળી ન હતી. ત્યારે બનાવમાં બંનેની ઓળખ છતી ન થાય તે માટે રાજુલાના ચાર શખ્સની મદદ લીધી હોવાની કબૂલાત આપી છે.સ્વાતંત્ર પર્વ પૂર્વે રાજકોટના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ખંડણી માગવાના બનાવને શાપર પોલીસે અમરેલી પોલીસની મદદથી કુનેહપૂર્વક ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે અપહૃત યુવાનને મુક્ત કરી રાજકોટના બે અને અમરેલીના ચાર મળી છ આરોપીને ઝડપી લીધા છે. રાજકોટના ઉદ્યોગપતિ શબ્બીરભાઇ હજલેઅબ્બાસ મહમદઅલી તેલવાલાએ શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ શાપરમાં બેરિંગ બનાવવાનું કારખાનુ ધરાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અદનાન છે. તે પણ પોતાની સાથે ધંધામાં જાેડાયેલો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/