fbpx
ગુજરાત

વાવોલ અને પેથાપુરમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ

હવે પેથાપુર અને વાવોલ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ટેન્ડરની કામગીરી ચાલી રહી છે. કોરોના રસીકરણમાં મનપાએ ૧૩૪ ટકા કામગીરી સાથે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ ઉપરાંત બોરીજ તથા ધોળાકુવા ખાતે સી.સી. રોડ બનાવવા, પાલજ સીકોતરમાતાના મંદિર ખાતે પ્રોટેક્શન વોલ તથા સી.સી. રોડ બનાવવાની કામગીરીનું ટેન્ડર પ્રકીયામાં છે. સેક્ટર-૨૫ હાઉસિંગ સોસાયટી પાસેનો બગીચો અને સેક્ટર-૨૮ રંગમંચ પાસેનો નાનો બગીચો, સેક્ટર-૩૦ અને બોરીજ ખાતે બગીચો ડેવલોપ કરાશે. સેક્ટર-૧૩, ૨૪, ૨૯ અને ઇંદ્રોડા ખાતે અંગ્રેજી માધ્યમની શાળામાં વર્ગખંડની વ્યવસ્થા કરાશે. મહાનગરપાલિકા દ્વારા ૭ માસમાં ૧,૯૪,૨૦૫ કિલો જૈવિક ખાતરનું વેચાણ કરાયું હતું.

સેક્ટર-૧ થી ૫ ખાતે ડામર રોડના રીસરફેસની કામગીરીનું આયોજન કરાશે. ભાટ, નવા કોબા, જુના કોબા, સરગાસણ અને અંબાપુર ખાતે વોટર સપ્લાય અને ગંદા પાણીના નિકાલ માટે સિવરેજ નેટવર્ક નાખવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. કુડાસણ ખાતે ૮૫૪ લોકોની ક્ષમતા ધરાવતો અદ્યતન ટાઉનહોલ હોલની કામગીરી ટુંક સમયમાં શરૂ થશે. જ્યારે ભાટ ખાતે નવીન ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી આયોજન છે.કોર્પોરેશન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં મેયર હિતેશ મકવાણાએ ધ્વજવંદન કરીને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ પાટનગરના વિકાસની ઝલક આપીને થઈ રહેલાં અને થનારા કામો અંગે માહિતી આપી હતી. તેઓએ માહિતી આપી હતી કે, મનપા હસ્તક ૪ શહેરી આરોગ્ય કેન્દ્રો હતા. વિસ્તરણ બાદ અન્ય છ શહેરી આરોગ્ય કેન્દ્રો તાત્કાલિક ધોરણે કાર્યરત કર્યા હતા. સેક્ટર-૨ અને સેક્ટર-૨૯ ખાતેના આરોગ્ય કેન્દ્રોને સેન્ટર ઓફ એક્સલેન્સ તરીકે અપગ્રેડ કરીને નિષ્ણાંત તબીબો જેવા કે સ્ત્રીરોગ, બાળરોગ વગેરેની સેવાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/