fbpx
ગુજરાત

પેટલાદમાં કાઉન્સીલરે મહિલાની છેડતી કરી વિરોધ કરતા મહિલાના પતિને મારમાર્યો

પેટલાદનો અપક્ષનો કાઉન્સીલર ૧૬મી ઓગષ્ટના રોજ શહેરમી રહેતી પરિણીતા ઘરે એકલી હતી, તે સમયે ઘરના પાછળના દરવાજેથી ઘૂસી ગયો હતો. આ સમયે પરિણીતા રસોડામાં કામ કરી રહી હતી. શખ્સે તેનો દુપટ્ટો પકડી ‘ચલ મેરે સંગા’ તેવી વાત કરતાં પરિણીતા ડઘાઇ ગઈ હતી અને બુમાબુમ કરી હતી. જેના પગલે તેનો પુત્ર અને પતિ આવી જતાં ઉગ્ર ઝઘડો હતો અને ઝઘડતા ઝઘડતા બહાર જાહેર રસ્તા પર આવી ગયાં હતાં. જાેકે, છુટા પડાવતાં શખ્સ ઘરે જતો રહ્યો હતો. દરમિયાનમાં બપોરે સાડા બારેક વાગ્યાની આસપાસ મહિલા અને તેનો પતિ, પુત્ર ઘરે હાજર હતાં. તે સમયે કાઉન્સીલર, તેનો પુત્ર, ભાઈ, ભત્રીજા સહિતના શખ્સો લોખંડની પાઇપ, દંડા લઇ ધસી આવ્યાં હતાં અને મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં કાઉન્સીલરે તો તને જીવતો છોડવાનો નથી. તેમ કહી જાનથી મારી નાંખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો જાેરદાર ફટકો માર્યો હતો. આ ઉપરાંત અન્ય શખ્સોએ લાકડાના દંડાથી મારવા ફરી વળ્યાં હતાં. જાેકે, મહિલાના પતિએ બુમાબુમ કરતાં તેમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં અને તેમને છોડાવ્યાં હતાં. આ હુમલાથી મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ હુમલો કરનારા શખ્સોએ ધમકી આપી હતી કે, અમારી સાથે કોઇ પણ જાતનો ઝઘડો કરશો તો જીવતા રહેવા દઇશું નહીં. આ અંગે પેટલાદ ટાઉન પોલીસે ૧૦ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદમાં રહેતી મહિલા ઘરે હતી એ સમયે પાલિકાના અપક્ષ કાઉન્સીલરે ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. આ ઉપરાંત વિરોધ કરતાં તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના શહેરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દસ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/