પુત્રને ઠપકો આપતા પુત્રે પિતાને વાઈપર મારતા પિતાએ ગોળી મારી…
કામરેજની વાવની ચંદ્રર્શન સોસાયટીમાં રહેતાં નિવૃત્ત આર્મીમેન ધર્મેન્દ્ર સાકિયા પત્ની સંગીતા તથા ૧૫ વર્ષીય પુત્ર પ્રિન્સ તથાં ૧૨ વર્ષીય પુત્રી જાસ્મિન સાથે રહે છે. ધર્મેન્દ્ર બોડીગાર્ડ તરીકે નોકરી કરે છે. તા ૧૬-૮-૨૦૨૨નાં સાંજે નોકરીથી આવી રાત્રે ઘરે બેઠાં હતા. ત્યારે ધો ૯માં અભ્યાસ કરતા પુત્ર પ્રિન્સ પિતાએ ‘તું મોબાઇલનો વધારે ઉપયોગ કરે છે. ભણવામાં ધ્યાન આપતો નથી.’ કહી ઠપકો આપ્યો હતો. પુત્રે ગુસ્સામાં પ્રતિયુત્તર આપતાં ‘તમે મને દરરોજ ખિજાયા કરો છો,’ કહી પોતું મારવાનું વાઇપર માથામાં મારી દેતાં પિતાના માથામાંથી લોહી નીકળતાં તેમમએ ‘આજે બંનેને મારી નાખીશ’ કહી પોતાની રિવોલ્વરથી પ્રિન્સને મારવા દોડતા પુત્રને બચાવવા સંગીતાબહેને પતિનો હાથ પકડી લેતાં ગોળી કિચનમાં અથડાઇ હતી. બીજી ગોળી પ્રિન્સના જમણા હાથમાં વાગી હતી.
પત્નીએ પતિ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇપીકો ૩૦૭ તથા આર્મ એકટ હેઠળ ગુનો નોંધી આમીમેનની અટક કરી હતી. પ્રિન્સને હાથમાં ગોળી વાગતાં માતા સંગીતાબહેને બૂમાબૂમ કરતાં પાડોશમાં રહેતો રાહુલસિંહે દોડી આવી નિવૃત્ત આર્મીમેનનાં હાથમાંથી રિવોલ્વર ઝૂંટવી લીધી હતી તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી પિતા અને પુત્ર બંનેને તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ પ્રિન્સને સુરત સ્મિમેરમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી હતી.કામરેજમાં બનેલી ઘટનામાં પુત્ર વધારે પડતું મોબાઇલમાં રચ્યોપચ્યો રહેતો હોવાથી નિવૃત્ત આર્મીમેન પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી પુત્રે વાઇપરથી હુમલો કર્યો હતો. પિતાએ ફાયરિંગ કરતાં પત્ની વચ્ચે પડતાં પુત્રના જમણા હાથમાં ગોળી વાગી હતી. પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે અટક કરી હતી.
Recent Comments