સોમનાથમાં સોમવારે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
સોમનાથ માં પથીકઆશ્રમ ડોમ માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયેલ છે તેમાં ગીર સોમનાથ જીલ્લા ના કલાકારો દ્વારા પોતાની રજુ કરશે . સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી પથીકઆશ્રમ માં ભવ્ય ડોમ અધતન સાઉન્ડ સીસ્ટમ તમજ સંદર બેઠક વ્યવસ્થા કરાયેલ છે તેમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા રાત્રે ૯ વાગ્યા થી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે તેમાં રાસગરબા , જુના નવા ફીલ્મી ગીતો તેમજ ઉતરગુજરાત ના લોકગીતો આલ્બમ સોગ તેમજ ગુજરાતી ભકિતસંગીત ના અનેક કલાકારો પોતાની કલા રજુ કરશે .
રોટરી સીમ્ફની તેજસ વ્યાસ પ્રસ્તુત આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જીલ્લા ના ૩૦ થી વધારે કલાકારો પોતાની કલા રજુ કરશે આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ગીર સોમનાથ જીલ્લા ની જાહેરજનતા ને લાભ લેવા અપીલ કરાયેલ છે .સોમનાથ માં હેમુ ગઢવી ન શ્રધ્ધાંજલી આપતા રાજુ ભટ બે કાર્યક્રમો માં હજારો શિવભકતો ઉમટી પડયા સોમનાથ માં શનિવારે બે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયેલ હતું તેમાં હેમ ગઢવી ને રાજભાઈ ભટ દ્વારા શ્રધ્ધાંજલી અપાયેલ હતી કાર્યક્રમોનું હજારો શિવભકતો ઉમટી પડેલ હતા .
સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે. ગ્રુપ દીપક કકકડ દ્વારા સોમનાથ મહાદેવ ના સાંનિધ્યામાં તા .૨૭ સુધી યોજાશે તા .૨૦ ના રોજ શનિવારે એક શામ ભાલેનાથ કે નામ માં રાજદીપ બારોટ , દીવ્યા ચૌધરી , હીરલ રાવલ શિવ કૃષ્ણના અનેક ભજનો રજુ કરેલ હતા સતત બે કલાક સુધી આ ગુજરાત ના ખ્યાતનામ કલાકારોએ સંગીતથી દરેક ને ડોલાવી દીધેલ હતા .
જુનાગઢ ના રાજુભાઈ ભટ ગ્રુપ દ્વારા શિવ વંદના કરવામાં આવેલ હતી ત્યારે ગજરાતી સાહીત્ય ના હેમી ગઢવી ની પણ્યતિથી હોય તેને શ્રધ્ધાંજલી આપેલ હતી અને તેમને સાહીત્ય માટે જે પણ સેવા કરેલ હતી તેની યાદ કરેલ હતી સાંજે ૭ વાગ્યા થી રાત્રે ૧ વાગ્યા સુધી ૬ કલાક ચાલેલ બન્ને કાર્યક્રમ માં વિશ્વભરમાંથી આવેલા હજારો શિવભકતો ઉમટી પડેલ હતા આ કાર્યક્રમ માં સોમનાથ સરક્ષા ના ડીવાયએસપી પરમાર ઉપસ્થિત રહેલ હતો તેમનો જન્મ દિવસ હોય તેને પણ શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી .
Recent Comments