વડોદરામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજ્યો
વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસેથી નીકળેલી કાવડ યાત્રા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરી હતી. કાવડ યાત્રામાં મેયર કેયુર રોકડિયા ડેપ્યુટી મેયર, ચેરમેન, પંકજ મહારાજ સહિત મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા હતા. કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત નવમા વર્ષે આ કાવડ યાત્રા યોજાઈ છે, ત્યારે તેમાં વડોદરા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ જાેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા ૨૦૧૪થી વિશ્વના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શિવનગરી વડોદરા શહેરમાં આજે સોમવારે કાવડ યાત્રા નીકળતા શહેર શિવમય બનવા પામ્યું હતું. આ કાવડીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જાેડાયા હતા.
આ કાવડ યાત્રા હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ કાવડ યાત્રામાં કોઈમ્બતુરના આદિયોગીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ કાવડયાત્રામાં ૩૦ મહિલાઓ, ૧૫૦ વિદ્યાર્થીઓ, ૨૦ સિનિયર સિટીઝન સહિત ૪૫૦થી વધુ યાત્રીઓ જાેડાયા હતા. આ કાવડ યાત્રાનો રૂટ ૩૨ કિલોમીટરનો છે. જેમાં વિવિધ સંગઠનો દ્વારા કવાડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાવડયાત્રામાં ડભોઈના વિજયજી મહારાજ દ્વારા ડભોઇ ચણોદમાં નર્મદા નીર લઈ જાેડાયા હતા.
પ્રથમ સિદ્ધનાથ મહાદેવ શિવલિંગ અભિષેક કરી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલા નવનાથ મહાદેવ રક્ષા કરે છે. આ નવનાથ મહાદેવનો વર્ષમાં એક વખત સામૂહિક તેમના દર્શન કરીને જળાભિષેક કરી ઋણ ઉતારવુ એ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિનો ઉદેશ્ય રહ્યો છે. કાવડયાત્રામાં નવનાથ મહાદેવ કાવડ યાત્રાના પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. મહાદેવની કોઈપણ કથાઓનું વર્ણન ન કરી શકાય પરંતુ કાવડયાત્રા એ દેવતાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
પૃથ્વી પર પનોતીને નાશ કરવા માટે અને મહાદેવને ખૂશ કરવા કાવડ યાત્રા કાઢવામાં આવે છે. કાવડ યાત્રા સમિતીના અગ્રણી નિરજ જૈને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ રક્ષણ કરતા આવ્યા છે. કાવડ યાત્રામાં વિવિધ ગંગા, નર્મદા, મહિસાગર સહિત નદીઓના જળનો નવનાથ શિવાલયો ઉપર અભિષેક કરવામાં આવે છે. આજે યોજાયેલી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જાેડાયા હતા.અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહેલા પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારે શહેરમાં હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે ભવ્યાતિભવ્ય કાવડ યાત્રા નીકળી હતી.
નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજીત કાવડ યાત્રામાં વડોદરા શહેરમાં આવેલ સિદ્ધનાથ તળાવ પાસે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રામાં સાધુ-સંતો અને મહિલાઓ સહિત ૪૫૦ ઉપરાંત કાવડ યાત્રીઓ જાેડાયા હતા. યાત્રામાં ૧૩ ફૂટ ઉંચી આદિ યોગીની પ્રતિમાએ આગવું આકર્ષણ જમાવ્યું હતું.
Recent Comments