૧૪મીએ ગૃહમંત્રી અમિત શાહ સુરત આવશે
ભારતમાં લગભગ ૬૦ કરોડ કરતા વધારે લોકો હિન્દી લખી-વાંચી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ-અલગ શહેરોમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આવો જ એક રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ સુરત શહેરમાં આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. જેમાં દેશનાં ગુહમંત્રી અમિત શાહ હાજરી આપશે.સુરતનાં ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશનાં હિન્દી સાહિત્યનાં જાણીતા સમીક્ષકો, લેખકો, સાહિત્યકારો હાજરી આપશે.આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ સુરત આવી શકે છે.
આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરનાં રોજ સુરત શહેરમાં રાષ્ટ્રીય કક્ષાનાં ભાષા દિવસની ઉજવણી ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે.ભારતની આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જાે ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ મળ્યો હતો. ત્યારથી દર વર્ષે આ તારીખ ‘હિન્દી દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.અંગ્રેજી, સ્પેનિશ, અને ઇન્ડોનેશીયાની મંદારિન બાદ હિન્દી દુનિયામાં ચોથી સૌથી વધુ બોલાતી અને જાણીતી ભાષા છે.
Recent Comments