fbpx
ગુજરાત

વીર નર્મદ યુનિવર્સિટીમાં ૫૩મો પદવીદાન સમારોહ યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૩માં પદવીદાન સમારોહ ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો.કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ૧૨ વિદ્યાશાખાની ૯૭ જેટલી પદવી ૨૭૩૦૩ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૩૬ પી.એચ.ડી. તથા ૧૦ એમ.ફિલ ધારકોને પદવી એનાયત થઈ હતી. પદવીદાન સમારોહમાં એનએસએસના વિદ્યાર્થીઓને ખાસ તાલીઓ પાડવા માટે બોલાવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓના ક્લાસ હોવા છતાં વિદ્યાર્થીઓને એક પોઇન્ટ ક્રેડિટ આપવાની વાત કરવામાં આવી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

સમારોહમાં કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીની ખાસિયત અને કાર્યના ગુણગાન ગાયા હતા. જાે કે, મુખ્યમંત્રી અને મંત્રીઓની ખુશામત કરવામાં તેઓ સમય ભૂલી ગયા હતા. નવી શિક્ષણ પોલિસીનો અમલ કરનારી પહેલી યુનિવર્સિટી હોવાનું જણાવી કહ્યું કે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં ખાસ સભા બોલાવી હતી. જાેકે, આ સભા ૧૪ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બોલાવી હતી. જ્યારે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. સમારોહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વિડીયો સંદેશ દ્વારા હાજર રહ્યા હતા. જ્યારે ઉચ્ચ શિક્ષણ ટેકનીકલ વિભાગના મંત્રી ડો. કુબેર પણ ઉપસ્થિત રહ્યા હતા.

જાે કે આખા સમારંભમાં યુનિવર્સિટી તરફથી કે કોઈએ રાજ્યપાલને યાદ શુદ્ધ કર્યા ન હતા. કે કોઈ કાર્ય માટે તેમનો આભાર પણ મનાયો ન હતો.તમારે ધનવાન બનવું હોય તો કણકણનો ઉપયોગ કરતા અને શિક્ષિત- ગુણવાન બનવું હોય તો ક્ષણ ક્ષણનો ઉપયોગ કરી શીખવું જાેઇએ એમ રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૩માં પદવીદાન સમારોહ વખતે દીક્ષાંત વકતવ્યમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/