fbpx
ગુજરાત

વડોદરામાં ખેડૂત સાથે કુરિયર કંપનીના નામે રૂા.૧ લાખની છેતરપિંડી

શિનોર ખાતે રહેતા ખેડુતને પોતાનું ક્રેડિટ કાર્ડ મંગાવવું ભારે પડ્યું હતું. કુરીયર કંપનીએ ખેડુતને અનેક એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને તેના એકાઉન્ટમાંથી ૧ લાખનું ટ્રાન્જેક્શન કરીને છેતરપીંડી કરી હતી.શિનોર ખાતે રહેતા ખેડૂત વિશાલ પટેલે જુન મહિનામાં બેન્ક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડ માટે એપ્લીકેશન આપી હતી. જેથી તેમણે તેને એક અઠવાડિયા બાદ બ્યુડાર્ટ કંપનીમાંથી ક્રેટીટ કાર્ડ માટે ફોન આવ્યો હતો. જાેકે કુરીયર બોય બીજા સરનામે ઉભો હોવાને કારણે વિશાલ ભાઈએ તેમના ઘરનું સરનામું જણાવતા કુરીયર બોયે જણાવ્યું હતું કે તે કાર્ડ ડભોઈ મોકલાવી આપે છે.

બીજા દિવસે વિશાલભાઈને ફોન આવ્યો હતો કે તેમના કાર્ડનું કુરિયર બ્યુડાટ કંપનીમાં પાછું આવી ગયું છે જેથી તેઓએ કુરિયર ફરીથી ઈશ્યુ કરાવવું પડશે, તે માટે તેમણે રૂા.૫ ઓનલાઈન આપવા પડશે. જેથી તેઓના ફોન પર અલગ-અલગ લિંક આવી હતી. જેમાં તેમણે તમામ ડિટેલ ભરી હતી. ત્યાર બાદ તેમના એકાઉન્ટમાંથી ૪ વાર ૨૫ હજાર રુપિયા ઉપડી જતાં તેમણે ફોન કાપી નાખ્યો હતો. તેમણે બેન્કમાં તપાસ કરતા તેમના એકાઉન્ટમાંથી ૧ લાખની લેવડ-દેવડ થતા તેમણે એકાઉન્ટ બ્લોક કરાવીને શિનોર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/