fbpx
ગુજરાત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખનું સૂચન,‘ફાસ્ટફૂડ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવો જાેઈએ’

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેરિટી ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને મુખ્ય અતિથિ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, ફાસ્ટફૂડ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવો જાેઈએ જેથી લોકો તેનાથી દૂર થાય. માતા-પિતાએ ફાસ્ટફૂડની જેમ ડ્રગ્ઝ અને આલ્કોહોલ બાબતે પણ કડક બનવાની જરૂર છે. પગ અને શરીરના નીચેના અંગો ગૂમાવનાર લોકોને પોતાના પગ પર ઊભા કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

આવા લોકોને બોજ સમજવાને બદલે અમે તેમને સમાજ અને અર્થતંત્રમાં યોગદાન આપનાર ગણીએ છીએ. અત્યાર સુધીમાં ૧૦૭ લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છીએ અને અમારૂં લક્ષ્યાંક આ વર્ષે ૫૦૦ વ્યક્તિઓ સુધી પહોંચવાનો છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક સાગર પટેલ, ડો. દર્શના ઠક્કર, મીહિર પરીખની સાથે પૂર્વ મેયર બિજલ પટેલ, ડો. શિલ્પા અગરવાલ અને ડો. જયપ્રકાશ વ્યાસ પણ હાજર રહ્યા હતા. સારા સ્વાસ્થ્ય માટે ફાસ્ટ ફૂડ અને મોબાઈલ ફોનથી દૂર રહેવું જાેઈએ. બાળકોમાં સારી ખાણીપીણીની આદતો સુધારવી જરૂરી છે. પ્રતિક્ષા લહેરીએ જણાવ્યું હતું કે, આપણી આસપાસ બાળકોના આરોગ્ય અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા બાળકને પૂરતો સમય અને તંદુરસ્ત આહાર આપી શકતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/