fbpx
ગુજરાત

શ્રાદ્ધના દિવસોમાં દૂધની હડતાળે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું, દૂધ નદીમાં ગયું

માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે દુધની હડતાળ પાડી હોવાને કારણે શ્રાધ્ધના દિવસોમાં આખા ગુજરાતે દુધ માટે વલખાં મારવા પડ્યા હતા. હજારો લીટર દુધ નદીમાં વહાવી દેવામાં આવ્યું, ટેન્કરોનું દુધ ગટરોમાં ઠલવાયું તો કેટલીક જગ્યાએ  દુધની આખી કોથળીઓ નદીમાં પધરાવી દેવામાં આવી, કેટલીક જગ્યાએ તોડફોડ પણ થઇ. માલધારી સમાજ અને સરકાર સામેની લડાઇમાં ભોગવવાનું પ્રજાને આવ્યું.

 ગુજરાત સરકાર અગાઉ ઢોર નિયંત્રણનો કાયદો લાવી હતી, જેનો વિરોધ થતા તે સમયે સરકારે અમલ કર્યો નહોતો, પરંતુ કાયદો પાછો પણ નહોતો ખેંચ્યો.  આ કાયદો પાછો ખેંચવા માટે માલધારી સમાજ ઘણા સમયથી લડત આપી રહ્યો છે. પણ બધાને ખબર છે કે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર છે એટલે એવા સમયે સરકારનું નાક દબાવીશું તો કામ થશે. માલધારી સમાજે 21 સપ્ટેમ્બર, બુધવારે દુધ વિતરણ નહીં કરવામાં આવે તેવી પહેલેથી જાહેરત કરી હતી, એટલે આખા ગુજરાતમાં મંગળવારની રાતથી જ દુધ મેળવવા માટે દોડાદોડી મચી ગઇ હતી.ડેરીઓએ પણ રાત્રે જ દુધ વેચવા માંડ્યું હતું. જે લોકો રાત્રે દુધ લઇ આવ્યા તે ફાવી ગયા, પરંતુ જેમણે નહોતું લીધું એવા લાખો લોકોએ બુધવારે સવારે દુધ મેળવવા માટે રીતસરના વલખાં મારવા પડ્યા હતા.

અત્યારે શ્રાધ્ધનો સમયગાળો ચાલે છે એટલે દરેક પરિવારને ખીર કે દુધપાક માટે વધારે દુધની જરૂર રહેતી હોય છે, પંરતુ ઘણી બધી જગ્યાએ દુધ પહોંચી શક્યું નહોતું. સુરતની સુમુલ ડેરીએ મંગળવારથી મેસેજ ફરતા કર્યા હતા કે, દુધની ચિંતા કરશો નહી, પોલીસ સુરક્ષા હેઠળ તમને દુધ મળશે. પરંતુ એવું બન્યું નહી.  સુમુલ ડેરીમાં પણ લોકોનો એટલો ધસારો હતો અને ત્યાં પણ તોડફોડ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કેટલાંક દુધ વિક્રેતાઓએ હજારો લીટર દુધના કેન આખેઆખા તાપી નદીમાં પધરાવી દીધા હતા. જો કે કેટલીક જ્ગ્યાએ એવા પણ દ્રશ્યો જોવા મળ્યા જયાં માલધારી સમાજે એક જ જગ્યાએ દુધ ભેગું કરીને ઘી બનાવવાની ગાય અને શ્વાનને લાડું ખવડાવવાનું નક્કી કર્યું છે. સરકાર સામેની લડતમાં માલધારી સમાજની દલીલ એ છે કે ઢોર નિયંત્રણ કાયદો સરકાર પાછો ખેંચે, કારણ કે ઢોર ચરાવવા માટે અમારી પાસે ગોચર જમીન જ નથી. સરકારે બધી જમીનો બિલ્ડર લોબીને વેચી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/