fbpx
ગુજરાત

ભગવાન ઠાકરને માનતા હો તો પ્લીઝ આવું નકરતા, માલધારી સમાજને બાપુની વિનંતી

ગુજરાત સરકારના ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજે બુધવારે રાજ્યમાં દુધનું વિતરણ નહીં કરવાના નિર્ણયને કારણે ભારે હોબાળો મચેલો છે, એવા સમયે માલધારી સમાજના ધર્મગુરુ વડવાળા ધામના કનિરામ બાપુએ સમાજના લોકોને અપીલ કરી છે કે જો ભગવાન ઠાકર દ્રારકાવાળાને માનતા હો તો પ્લીઝ, કોઇની સાથે સંઘર્ષમાં ન ઉતરતા. હડતાળ પાડો, પણ શાંતિપૂર્વક.

ગુજરાત સરકારના ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ ઘણા દિવસોથી લડત આપી રહ્યો છે અને સભાઓ, રેલીઓ પણ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માલધારી સમાજની વાત નહીં સાંભળતા 21 સપ્ટેમ્બર, બુધવારે  દુધ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જેને કારણે ગુજરાતની જનતાએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ હજારો લીટર દુધ નદીઓમાં પધરાવી દેવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાઓ પર ટેન્કર અટકાવવાના અને તોડફોડના બનાવો પણ બન્યા હતા.

માલધારી સમાજના ધર્મગુરુ અને વડવાળા ગામના કનિદાસ બાપુએ એક વીડિયોમાં માલધારી સમાજને વિનંતી કરી છે. કનિદાસ બાપુએ કહ્યું કે, 21 સપ્ટેમ્બરે સમાજે ગ્રાહકને દુધ નહીં વેચવાનું, ડેરીઓમાં દુધ નહીં ભરવાનું, હોટલોમાં દુધ નહીં આપાવનો જે નિર્ણય લીધો છે તે સાચો છે. માલધારી સમાજ, રબારી સમાજ, ભરવાડ અને અન્ય સમાજે  પાલન કર્યું છે તેમનો હું આભાર વ્યકત કરું છું.

કનિદાસ બાપુએ કહ્યું કે, દુધ વિતરણ નહીં કરવાની લડત સાચી છે, પરંતુ દુધના ટેન્કરો રોકવા, ધમાલ કરવી, તોડફોડ કરવી એ બધું યોગ્ય નથી લાગતું. ભગવાન ઠાકર દ્રારકાવાળાને માનતા હો તો, મહેરબાની કરીને કોઇની સાથે સંઘર્ષમાં ઉતરતા નહીં. લડત શાંતિથી ચાલું રાખવાની મારી માલધારી સમાજને અપીલ છે. માલધારી સમાજની દુધ હડતાળને કારણે ગુજરાતની પ્રજાએ દુધ માટે ભારે વલખાં મારવા પડ્યા છે, જ્યાં દુધ મળતું હતું ત્યાં લાંબી લાંબી લાઇનો લાગી ગઇ હતી. શ્રાધ્ધનો સમયગાળો ચાલતો હોવાને કારણે દુધની ડિમાન્ડ વધારે હતી, પરંતુ લોકોને પુરતું દુધ મળ્યું નથી. બીજી તરફ હજારો લીટર દુધ નદીમાં પધરાવી દેવાનો વીડિયો પણ વાયરલ થયો છે જેનાથી લોકો નારાજ થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/