fbpx
ગુજરાત

ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

રાજ્યમાં પ્રથમ વખત સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી હાજરી આપી હતી. ગાંધીનગર સેકટર ૧૧માં આવેલ રામકથા મેદાનમાં યોજાયેલા સંમેલનમાં અંદાજે ૧ લાખ જેટલા લોકો ઉમટી પડ્યાં હતા. રોહિત સમાજના સમગ્ર રાજ્યમાં વસતા ૨૬ જેટલાં અલગ- અલગ પરગણા સમૂહના ગામોના લોકો મહાસંમેલનમાં જાેડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપીને રોહિત સમાજને શુભેચ્છાઓ આપી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણી પહેલાં જ ૧ લાખ જેટલા લોકોની હાજરીમાં યોજાયેલું મહાસંમેલન એક રીતે રોહિત સમાજનું શક્તિ પ્રદર્શન થઈ ગયું હતું. જેમાં સમાજના પ્રશ્નો અને સમાજના વિકાસ માટે જરૂરી પગલાંઓ અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. સમાજનો વિકાસ થાય તે દિશામાં વિવિધ માંગ સાથે આગળ વધવાની તૈયારી કરાઈ હતી. મહાસંમેલનમાં પહોંચેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે જાે કોંગ્રેસની સરકાર આવશે તો રાજ્યમાં ૧૦૦ વિઘા જેટલી જમીનમાં ભીમધામ તૈયાર કરવામાં આવશે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/