fbpx
ગુજરાત

વાપી-ઉમરગામની કંપનીમાં ૭૫૨૭ ઉમેદવારોને મળશે નોકરી

વલસાડ જિલ્લામાં વેબપોર્ટલ દ્વારા રોજગાર વાંચ્છુ  ઉમેદવારો ઓનલાઇન નામ નોંધણી કરીને ઉપલબ્ધજ રોજગારીની તકો શોધી શકે છે અને ખાલી જગ્યા ઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે તેવી કવાયત ચાલી રહી છે. જે અંતગર્ત વાપી,સરીગામ, ઉમરગામ સહિત જિલ્લાના જીઆઇડીસી એસ્ટેટમાં ૭૫૨૭ ઉમેદવારોને નોકરીના નિમણૂંકપત્રો અપાશે. નાણામંત્રીના હસ્તે મુખ્યજ સ્ટેડજ પરથી રોજગારના ૧૫ અને એપ્રેન્ટિીપસના ૧૦ મળી કુલ ૨૫ લાભાર્થીઓને એનાયતપત્રો આપી પ્રારંભ કરાયો હતો. શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પારડી ઓડિટોરિયમ હોલમાં રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લો ઔદ્યોગિક રીતે ધમધમતો આ વિસ્તામર છે જેને લીધે એને આનુષાંગિક રોજગાર પણ મળી શકે છે.રાજયમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૫૭૭૦૬૮ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તૈ પૈકીના ૬૪૦૭ ભરતી મેળામાં આયોજન થકી ૮૭૦૨૬૨ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૨૭૮૩ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમક્રમે રહ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવનોના હસ્તેપ જિલ્લાપના રોજગાર અને એપ્રેન્ટી સના યુવાનોને સ્ટે જ પરથી ૧૫ રોજગાર અને ૧૦ એપ્રેન્ટીપસ મળી કુલ ૨૫ લાભાર્થીઓને નિમણૂંકપત્રો એનાયત કર્યા હતા.

જિલ્લાજના રોજગારના ૬૬૪૫ અને એપ્રેન્ટી૫સના ૮૮૨ મળી કુલ ૭૫૨૭ લાભાર્થીઓને નિમણૂંકપત્રો આપવામાં આવશે.આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાડ પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્યોન ભરતભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેંમત કંસારા,વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ, વીઆઇએ સેક્રેટરી સતીષ પટેલ, પારડી પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, મામલતદાર આર.આર. ચૌધરી, મદદનીશ મજૂર આયુકત જે. આર. જાડેજા, ઔદ્યોગિક સલામતી અને સ્વા,સ્યર ના નાયબ નિયામક ડી. કે. વસાવા હાજર રહ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/