fbpx
ગુજરાત

ખેડા જિલ્લાના માતર પંથકના ઉંઢેલા ગામે આઠમના ગરબામા કોમી છમકલું

ખેડા જિલ્લાના માતર પંથકના ઉંઢેલા ગામે આઠમના ગરબામા કોમી છમકલું થયું છે, જેમાં એક સમુદાયના ૧૫૦ના ટોળાએ ગરબા ગાઈ રહેલા લોકો પર પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમાં ૬થી ૭ લોકો સાથે બે પોલીસકર્મચારી પણ ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે. જાેકે હજુ વધારે કોઇ ઘર્ષણ ન થાય, જેને લઇને ગામમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે ૧૦ જેટલી વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે, જ્યારે ૪૩ લોકો સામે નામજાેગ ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામે નવરાત્રિ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. નવરાત્રિના તહેવારમા આઠમની રાત્રે ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નવરાત્રિ દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. માતર પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યોહતો. આ પથ્થરમારાની ઘટનામાં આશરે ૬થી ૭ ગ્રામજન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

ઘટનાની જાણ જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી તથા મામલતદારને થતાં તેઓ અડધી રાતે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નોંધનીય છે કે પોલીસની હાજરીમાં પથ્થરમારો થતાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. આ ઉપરાંત ફોર-વ્હીલર વાહનોના કાચ પણ તોડી નુકસાન કરી આવી વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરાયો છે. બીજા દિવસે સવારે ગામમા રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ સમયે ડીએસપી રાજેશ ગઢિયા, ડીવાયએસપી વિ.આર.બાજપાઈ સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે ત્યાંનું નિરીક્ષણ કર્યું હતું. અહીં ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ગામમાં હું જ્યારે સરપંચપદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નવરાત્રિના આઠમના ગરબાની માનતા રાખી હતી અને ગરબા ગવડાવવા માટે મારી ખડકીથી તુર્જા ભવાની સુધી મહિમા રાખ્યો હતો. જાેકે અમને અગાઉથી જ જાણ હતી, આથી અમે માતર પોલીસ તથા માતર મામલતદારને પણ જાણ કરી હતી. તો આમ છતાં પણ ગરબા નહીં ગાવા એ મામલે અગાઉથી જ લઘુમતી સમાજના લોકોએ પોતાના ધાબા પર પથ્થર અને લાકડીઓ મૂકી રાખી હતી અને આશરે ૨૦૦થી ૩૦૦ લોકોના ટોળાએ અમે લોકો ગરબા ગઈ રહ્યા હતા ત્યારે ચારેય કોરથી પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/