fbpx
ગુજરાત

વિસનગરમાં એમ.એન.કોલેજના વિદ્યાર્થીઓએ ૨ કિમી લાંબી રેલી નીકાળી

વિસનગરમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક એમ.એન. કોલેજને ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહીં છે. જેમાં વિસનગર એમ.એન.કોલેજ ખાતે તારીખ ૬ અને ૭ ઓકટોબરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત રહેશે. આમ આ કાર્યક્રમમાં વધુમાં વધુ વિસનગરવાસીઓ જાેડાય તે માટે એમ.એન.કોલેજ દ્વારા રેલીનું આયોજન કરી શહેરના તમામ માર્ગો પર ફરી શહેરીજનોને અમૃત મહોત્સવમાં સહભાગી થવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં એમ.એન.કોલેજના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની ૨ કિમી લાંબી રેલી યોજાઇ હતી. એમ.એન.કોલેજમાં અમૃત મહોત્સવની અંતર્ગત રેલીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સભ્યો પણ જાેડાયા હતા.

આ રેલી એમ.એન.કોલેજથી નીકળી લાવારિસ સ્ટેન્ડ, ત્રણ દરવાજા ટાવર, જી.ડી.સર્કલ, ગંજબજાર, કાંસા ચોકડી, આઇ.ટી.આઇ ચોકડી થઈને પરત એમ.એન.કોલેજમાં પહોંચી હતી. જેમાં ૨૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ આ રેલીમાં જાેડાયા હતા. તમામ વિદ્યાર્થીઓનો પ્રિન્સીપાલ ડૉ.આર.ડી.મોઢે આભાર વ્યક્ત કર્યો હતો. આ એમ.એન.કોલેજને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૬ અને ૭મી તારીખે અમૃત મહોત્સવનું આયોજન કરેલું છે. જેમાં નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન અને સેમિનાર હોલનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આનંદી પટેલના હસ્તે રાખેલું છે.

જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં વિસનગરની પ્રજા પણ સહભાગી બને અને અનેરા ઉત્સાહમાં ભાગ લે એમ.એન.કોલેજના અમૃત મહોત્સવ ઇતિહાસ બની જાય એ માટે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાજર રહ્યાં હતાં. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જાેડાયા હતા અને નાગરિકો પણ જાેડાયા હતાં. જેમાં તમામ લોકોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે આવોને સહભાગી બનો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/