fbpx
ગુજરાત

હરિયાણાથી ટેન્કરના ગુપ્ત ખાનામાં છુપાવીને લવાયેલો દારૂ તુણાના ઝિરો પોઇન્ટથી ઝડપાયો

ભુજથી આઈજીને અંગત રીતે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજથી પોતાની સાયબર ક્રાઈમ ટિમને કંડલા મોકલીને દારુના જંગી જથ્થો ભરેલા ટેન્કરને ઝડપી પાડ્યું હતું. તુણાના ઝીરો પોઇન્ટ પાસેથી પકડાયેલા આ ટેંકરના ગુપ્ત ખાનામાંથી દારુ અને બીયરનો કુલ ૨૩.૩૪ લાખનો જથ્થો મળી આવ્યો હતો. ટેંકર સહિત કુલ ૩૩.૪૨ લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે ડ્રાઈવર અને અને અન્ય એક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ ખરેખરા જથ્થો ક્યાં અને કોને ડિલીવર થવાનો હતો, તે વાતની સ્પષ્ટતા થઈ શકી નહતી. ભુજ સરહદી વિભાગના સાયબર ક્રાઈમ પોલીસની એક ટુકડી આઈજીપીને મળેલી બાતમીના આધારે રાત્રે વોચમાં હતા ત્યારે બાતમી અનુસારનું ટેંકર કંડલા નજીક તુણા રોડથી પસાર થતા પોલીસ ટુકડીએ પોતાના સરકારી વાહન ભગાડીને આગળ ઝીરો પોઇન્ટ પાસે આડસ ઉભી કરીને ટેંકર થોભાવ્યુ હતું. ટેંકરને પાછળથી ખોલીને જાેતા તેમાં કોઇ દારુનો જથ્થો ન દેખાતા પોલીસ સ્ટાફ પણ અવઢવમાં મુકાયા હતા.

પરંતુ ત્યારબાદ ડ્રાઈવર સીટ પાછળથી એક ગુપ્ત ખાનું ખુલતું હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ, તેમાંથી દારુનો જંગી જથ્થો મળી આવ્યો હતો. રાત્રે પકડેલા ટેંકરને સાયબર ટીમની ટુકડી કંડલા મરીન પોલીસ સ્ટેશન લઈ જઈને જથ્થો તપાસતા કુલ ૫૩૪૦ બોટલ દારુ અને ૧૧૭૬ ટીન બિયરના મળીને કુલ ૨૩,૩૩,૮૫૦નો દારુનો જથ્થો તેમજ ટેંકર, મોબાઈલ મળીને કુલ ૩૩,૪૨,૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહીમાં ટેંકર સાથે મળી આવેલા ડ્રાઈવર રામકિશન મુલારામ જાટ (ઉ.વ.૩૫) ની અટકાયત કરાઈ હતી, તો પુછપરછમાં આ જથ્થો રાજસ્થાનના ઝાલોરના સરણાઉમાં રહેતા ગણપત વન્નારામ તેતરવાળ (બિશ્નોઈ) એ મોકલ્યો હોવાનું બહાર આવતા બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી. જાેકે આ જથ્થો ક્યાં ખરેખર ડિલવર થવાનો હતો તેની કોઇ સ્પષ્ટ ભાળ મળવા પામી નહતી. ભુજથી આઈજીની દોરવણી તળે થયેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી.

રાજસ્થાનના બીજા આરોપીએ ડ્રાઈવરને હરિયાણાના ખેરખોદા હોટલથી ટેંકર ઉપાડવા કહ્યું હતું. જેમાં દારુનો મોટો જથ્થો હતો. ત્યારબાદ આ ટેંકરને કચ્છ સુધી લઈ આવવા અને ત્યારબાદ ફોન પર કહે ત્યાં જઈને ડીલીવરી આપવાની હતી. ચોક્કસ બાતમી હોવાથી પોલીસ ટેંકર પર ચડીને તપાસ કરી તો તેમાં ડામર ભરેલો નજરે આવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. તેમાં પણ તપાસ કરતા કોઇ દારુ જેવી વસ્તુઓ દેખાઈ નહતી. પરંતુ ડ્રાઈવરની કેબીનની તપાસ કરતા તેમાં પાછળથી એક દરવાજાે ખુલતો હોવાનું સામે આવ્યું, જેની અંદર ડોકીયુ કરતા દારુનો જંગી જખીરો હાથ લાગી ગયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/