ગાંધીનગરમાં અદાણી ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબનાં નામે લોભામણા પેકેજ આપી છેતરપિંડી
ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ આવેલી અદાણી ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના નામે ફેંક વેબ પેજ બનાવીને વિવિધ લોભામણી પેકેજની ઓફરો કરીને ગઠિયાએ ખોટા બુકિંગ કરીને રૂપિયા એઠી લઈ અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ ખોટા બુકિંગ થકી પેકેજધારકો ક્લબમાં જવા લાગતા ઉક્ત કલબના સંચાલકોને કલબના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ઓનલાઇન માધ્યમથી અવનવી લોભામણી ઓફરો આપીને ભેજાબાજ ગઠિયા છેતરપિંડી આચરી રહ્યા હોવાના રોજબરોજ કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. તેમ છતાં લાલચમાં આવીને લોકો સામેથી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. આ વખતે અજાણ્યા ભેજાબાજાેએ અદાણી કલબનાં નામે કેટલાય લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી છઙ્ઘટ્ઠહૈ ઇીટ્ઠઙ્મંઅ-્રી મ્ીઙ્મદૃીઙ્ઘીિી ય્ર્ૈંક ટ્ઠહઙ્ઘ ર્ઝ્રેહંિઅ ઝ્રઙ્મેહ્વના ભળતા નામ વાળું ્રી મ્ીઙ્મદૃીઙ્ઘીિી ય્ર્ૈંક ટ્ઠહઙ્ઘ ર્ઝ્રેહંિઅ ઝ્રઙ્મેહ્વ ગૂગલ પર વેબ પેજ બનાવીને રૂમ બુકિંગની લોભામણી ઓફરો સાથેના પેકેજ દર્શાવીને અનેક લોકો સાથે ફુલેકું ફેરવવામાં આવ્યું છે.
અદાણી ક્લબની ભળતા નામ વાળી લિંક ઉપર ફોટોગ્રાફ, બેંક ડિટેઇલ તેમજ યુપીઆઈ નંબર પણ મૂકવામાં આવ્યાં છે. આ ક્લબના રૂમના અલગ અલગ ડિસ્કાઉન્ટ સાથેના પેકેજની લોભામણી ઓફરો થકી અનેક કસ્ટમર સાથે રૂમ બુકિંગના બહાને રૂપિયા એઠી લઈને ભેજાબાજ ઈસમો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે આ બુકિંગ સાથે કસ્ટમરો અદાણી શાંતિગ્રામની ક્લબમાં જવા લાગ્યાં ત્યારે જઈને સંચાલકોને માલુમ પડયું હતું કે, ભેજાબાજ ઈસમો કલબના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. આ મામલે આશિષ મહેતા દ્વારા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ અંગે સાયબર ક્રાઇમનાં પીઆઈ એમ આર પુવારે જણાવ્યું હતું કે, કેટલાક ગ્રાહકો ઉક્ત કલબમાં બુકિંગ સાથે ગયા હતા. ત્યારે સંચાલકોને ખબર પડી હતી કે, કલબના નામે ખોટું વેબ પેજ બનાવીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલા ગ્રાહકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે તેની ચોક્કસ વિગતો વધુ તપાસ કર્યા પછી બહાર આવશે.
Recent Comments