fbpx
ગુજરાત

ગાંધીનગરના ખોરજ ગામની સીમમાં ૪.૮૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગરના ખોરજ ગામની સીમમાં આવેલ સાંજાચૂલા હોટલ સામે પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી તસ્કરો અંદરથી રૂ. ૪.૭૦ લાખ રોકડા ભરેલી બેગ, સોનાની બુટ્ટી તેમજ અલગ અલગ ગાડીઓની આર.સી બુક અને વીમા પોલિસી સહિત કુલ રૂ. ૪.૮૫ લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા ભાગવત રોડ સાગર સંગીત હાઇટ્‌સમાં રહેતો સાવન ભોળાભાઇ પટેલ જય ભવાની મોર્ટ્‌સ નામે ગાડી લેવેચનો ધંધો કરે છે. જે ગાડીમાં ધંધાર્થે અર્થે અન્ય ગાડીઓની આર.સી.બુક તેમજ બીજા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂપિયા બેંગમાં મુકી રાખે છે. ગઈકાલે ૨૭ મી ઓક્ટોબરની રાત્રીના સાવન તેની પત્ની સહિતના પરિવારનાં લોકો અંદાણી શાંતીગ્રામ સામેની સાજાચૂલા હોટલમાં જમવા માટે આવ્યા હતા. એ વખતે સાવને ગાડી હોટલની સામે પાર્ક કરી હતી.

ત્યારે ગાડીમાં રૂ. ૪.૭૦ લાખ રોકડા, અલગ અલગ ગાડીઓની ઓરીજનલ આર.સી. બુકો તેમજ બેંકોની એન.ઓ,સી., બીજા ઓરીઝનલ ડોક્યુમેન્ટો અને તેની પત્નીની બેગ પણ પડી હતી. બાદમાં બધા હોટલમાં જમવા માટે ગયા હતા. જેનો લાભ ઉઠાવી તસ્કરો ગાડીનો ડ્રાઇવર સાઇડના પાછળના ભાગનો કાચ તોડી અંદરથી બેગોની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયો હતો. સાવન સહિતનો પરિવાર જમીને પરત ફર્યા પછી ગાડીનાં કાચ તૂટેલા જાેઈ ચોંકી ઉઠયો હતો. અને સાવને ગાડીમાં તપાસ કરતા અંદરથી રૂપિયા ભરેલી બેગ, સોનાની બુટ્ટી તેમજ જુદીજુદી ગાડીઓની ઓરીજનલ આર,સી, બુકો તેમજ વીમા પોલીસી તેમજ અલગ-અલગ બેંકોની ગાડીઓની ર્દ્ગંઝ્ર ઓ, ઓફીસ તેમજ ઘરની ચાવી, ઓરીઝનલ પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, એ.ટી.એમ કાર્ડ તેમજ લોકરની ચાવી પણ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. જેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/