fbpx
ગુજરાત

વડોદરાના એક મોલમાં લેડિઝ ટોયલેટમાં યુવકે કરી છેડતી, આરોપી કેદ

શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ સેન્ટર સ્ક્વેર મોલમાં ભાઇબીજની રાત્રે લેડિઝ ટોયલેટમાં છૂપાઇ એક યુવકે ખરીદી કરવા આવેલ મહિલાની છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. છેડતી કરનાર આ યુવક બહાર નિકળતા સીસીટીવીમાં કેદ થયો છે. આ મામલે ગોરવા પોલીસે આ હાલ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધી તેની તપાસ શરૂ કરી છે. વડોદરામાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે વૈભવી મોલમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ સેન્ટર સ્કવેર મોલમાં ભાઇબીજની રાત્રે એક મોભાદાર પરિવારની પુત્રવધૂ પતિ સાથે ખરીદી કરવા માટે ગઇ હતી. જ્યારે આ મહિલા સેન્ટર સ્કવેર મોલના ટોયલેટમાં ગઇ તો બીજા ટોયલેટમાંથી એક યુવકને ઉંચા થઇને તેની તરફ જાેયું અને લેડિઝ ટોયલેટમાં આ યુવકને અચાનક જાેઇ મહિલા ગભરાઇ ગઇ હતી અને તેણે બૂમાબૂમ કરી હતી.

જેથી યુવક લેડિઝ ટોયલેટમાંથી દોડીને બહાર નિકળી ગયો હતો. મહિલાએ બહાર આવી પોતાના પતિ અને મોલના સિક્યોરિટીને આ અંગે જાણ કરી હતી. સાથે જ વડોદરાના જૈન અગ્રણી દિપક શાહ અને નિરજ જૈનને પણ આ ઘટના બની હોવાની જાણ કરી હતી. જેથી દિપક શાહ અને નિરજ જૈન પણ સેન્ટર સ્ક્વેર મોલ ખાતે દોડી આવ્યા હતા. મહિલાએ ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલમાં ફોન કરીને આ ઘટના અંગે જાણ કરતા આખરે ભારે જહેમત બાદ મોડી રાત્રે બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાઇ છે.

મહિલાએ મોલના સીસીટીવી ફૂટેજમાંથી છેડતી કરનાર યુવકને પણ ઓળખી બતાવ્યો હતો. લેડિઝ ટોયલેટમાં યુવકને જાેઇ મહિલાએ બૂમાબૂમ કરતા પીળી ટીશર્ટ પહેરેલ યુવક અંદરથી તો ફટાફટ બહાર નિકળ્યો હતો. પરંતુ ત્યાર બાદ જાણે કશું જ બન્યું ન હોય તેમ બચીને જતો રહેતા સીસીટીવીમાં કેદ થયો છે. ઘટના અંગે અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે મોલના સીસીટીવી ચેક કરતા જણાયું છે કે છેડતી કરનાર યુવક લેડિઝ ટોયલેટ તરફ ગયા બાદ ૪૩ મિનિટ બાદ બહાર આવ્યો છે. એટલે કે તે ૪૩ મિનિટ સુધી લેડિઝ ટોયલેટમાં રહ્યો હોઇ શકે.

આટલો બધો સમય કોઇ યુવક લેડિઝ ટોયલેટમાં રહે અને ત્યાંથી સિક્યોરિટીને જાણ ન થાય તે ખરેખર બેદરકારીભર્યું કહેવાય. મોલમાં બધી જગ્યાએ સીસીટીવીનું કવરેજ પણ નથી. ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાે કે ગોરવા પોલીસ હજુ સુધી આરોપીને ઓળખી કે શોધી શકી નથી. આ બનાવ અંગે સેન્ટર સ્કવેર મોલનો વારંવાર ટેલિફોન પર સંપર્ક કરવામાં આવવા છતાં કોઇએ ફોન રિસિવ ન કરતા આ અંગે તેમની પ્રતિક્રિયા મેળવી શકાઇ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/