fbpx
ગુજરાત

સાબરમતી નદી કિનારે લાખો લોકોએ છઠ્ઠી માતાનું પૂજા-સ્નાન કર્યા

ઉત્તર ભારતીયો તહેવાર એવા છઠ પૂજાના દિવસે અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદી કિનારે છઠપૂજા ઘાટ પર લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો દ્વારા પૂજા અને સ્નાન કરવામાં આવ્યું હતું. અનેક મહિલાઓએ છઠ્ઠી માતાનું નદી કિનારે પૂજન કર્યું હતું. છઠ પૂજા મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી અને અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ઉત્તર ભારતીયોને આ છઠ્ઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. છઠ પુજામાં ભગવાન સૂર્યની વિશે સુભાષના કરવામાં આવતી હોય છે. સૂર્યાસ્તના સમયે પૂજા કરવામાં આવતી હોય છે. ભગવાનને દીવા કરીને ઉપાસનાનો આ પર્વ હોવાને કારણે સાબરમતી નદીના કિનારે તેની પૂજા અર્ચના કરવાથી ખૂબ લાભ થાય છે.

સૂર્યાસ્ત સમયે ઈન્દિરાબ્રિજ નજીક સાબરમતી નદી કિનારે લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો પોતાના પરિવાર સાથે આવીને પૂજન કરતા દેખાયા હતા. સાંજથી જ છઠ પૂજાઘાટ ખાતે મહિલાઓ પૂજા કરવા માટે પહોંચી હતી અને સૂર્યાસ્તના સમયે લાખોની સંખ્યામાં ત્યાં ઉત્તર ભારતીયો પહોંચ્યા હતા. છઠ પુજામાં ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય ચડાવવામાં આવે છે. જેમાં ભગવાન સૂર્યને દૂધનો અભિષેક કરવામાં આવે છે તેમજ અલગ અલગ જાતના ફળફળાદીનો પ્રસાદ ઘરેથી લાવવામાં આવે છે. સાંજે સૂર્યાસ્તના સમયે ભગવાન સૂર્યનારાયણને અર્ધય આપ્યા બાદ આવતીકાલે સવારે સૂર્ય ઉદય સમયે ફરીથી ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરીને વ્રતની ઉજવણી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/