fbpx
ગુજરાત

પોલીસ દ્વારા ગુજરાત આવી રહેલી કારનું ચેકિંગ કરતાં જ ચોંકી ઉઠી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને રાજ્યની બોર્ડરો પર અને વિવિધ જગ્યાઓએ ચેકપોસ્ટ ઉભી કરી સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રોકડ અને સોનું મળી આવ્યું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે ગુજરાત લાવવામાં આવી રહેલી મોટી રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે. ઉદયપુર થઇને ગુજરાતમાં લાવવામાં આવી રહેલી રોકડ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે બે વેપારીઓ પાસેથી કરોડોની રોકડ પકડી પાડી છે. મળતી માહિતી અનુસાર, એક લક્ઝરી કારમાં ગુજરાત લાવવામાં આવી રહેલા દોઢ કરોડથી વધુ હવાલાની રકમ જપ્ત કરવામાં આવી છે. ઉદયપુરના બે વેપારીઓ આ હવાલાની રોકડ સાથે પકડાયા છે. પોલીસ દ્વારા વ્હાઇટ કલરની એક્સયુવી કાર જપ્ત કરવામાં આવી છે. જેમાં આ રોકડ રકમ લઇ જવામાં આવી રહી હતી.

પોલીસ દ્વારા આ કારનું ચેકિંગ કરવામાં આવતાં કારની પાછળની સીટની નીચે ૫ પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ જાેઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં મળી આવેલા આ પાંચ પેકેટ પૈસાથી ભરેલા હતા. મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવતાં પોલીસે કાર અને ઉદયપુરના બે વેપારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, પાંચ પેકેટમાં રહેલી દોઢ કરોડથી વધુની રકમ હવાલાની હતી. જે કોટા બિજાેલિયાથી ઉદયપુર થઇને ગુજરાતની તરફ લઇ જવામાં આવી રહી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ રોકડ રકમ ગુજરાતમાં ક્યાં લઇ જવામાં આવી રહી હતી અને પૈસા ક્યાંથી આવ્યા, તે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/