fbpx
ગુજરાત

સુરતમાં ચાર કરોડનું એમડી ડ્રગ્સ મોકલનારા મુંબઈના પેડલર સહિતના ૪લોકોને પક્ડ્યા

અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરામાં મળી ૪ કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. જેમાં ક્રાઇમબ્રાંચે મુંબઈના ખાતેથી પેડલર ફૈસલ અબ્દુલ ખાલીક મોમીન, વાસીફ અબ્દુલ હમીદ ચૌધરી, સાગર કૈલાશચંદ્ર પાલ અને અનિકેત પ્રકાશ શીંદેની ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાંચે ૩.૫૦ લાખની રોકડ અને ૬ મોબાઇલ ૭૭ હજારની કિંમતના કબજે કર્યા છે. પોલીસે જણાવ્યું કે, વાસીફ અને ફૈસલ મોમીન બાળપણના મિત્રો છે. બંને એમડીનું વેચાણ કરતા હતા. અનિકેત અને ચંદન વાસીફના મિત્રો છે અને પહેલા ત્રણેય કેટરીંગનું કામ કરતા હતા.

ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા. વાસીફ એમડીનો માલ ફૈસલ પાસેથી મંગાવી આપી સપ્લાય કરતા હતા. બાતમીને આધારે ૧૪મી નવેમ્બરે કોસાડ આવાસમાંથી ૨.૧૭ કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડી ડ્રગ્સ માફીયા મુબારક અબ્બાસ બાંદીયા પકડાયો હતો. મુબારકને એમડી ચંદન શર્મા આપતો હતો. આથી ચંદન શર્મા સુધી ક્રાઇમબ્રાંચ પહોંચી ગઈ હતી. ક્રાઇમબ્રાંચે ૧૫મી તારીખે પાંડેસરા અપેક્ષાનગરમાં રહેતા ચંદન લક્ષ્મણ શર્માને પકડી પાડી તેના ઘરમાંથી વધુ ૧.૭૯ કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/