fbpx
ગુજરાત

કોંગ્રેસે વોટબેંકનો વિકાસ કર્યો, ભાજપે મંદિરોનો વિકાસ કર્યો : અમિત શાહ

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી ધુઆધાર પ્રચાર શરૂ કર્યો છે. જાે કે, પ્રચારમાં પણ ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણો સચવાઈ રહે તેવો વ્યૂહ અપનાવ્યો હતો.મણિનગરના દક્ષિણી વિસ્તારમાં મહારાષ્ટ્રીયનની વધુ વસતી હોવાથી અહીં જાહેરસભાને સંબોધવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઉતારવામાં આવ્યા હતા. જ્યારે નિકોલમાં પાટીદારો અને મૂળ સૌરાષ્ટ્રના લોકોની વસતીનું પ્રમાણ વધારે હોવાથી અહીં જાહેર સભાને સંબોધવાની જવાબદારી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને જ્યારે કૃષ્ણનગરમાં પણ આવું જ્ઞાતિનું સમીકરણ હોવાથી અન્ય કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વની છાપ ધરાવતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ શાહપુરમાં સભા સંબોધી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક જાહેર સભાને સંબોધતાં તેમણે અત્યંત ચર્ચાસ્પદ શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાના નામનો ઉલ્લેખ કરી મત માગ્યા હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાેધપુર અને પારસનગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાણીપમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી, પાકિસ્તાન આતંકવાદીઓને મોકલતું બંધ થઇ ગયું, યુક્રેનથી ૩૫ હજાર વિદ્યાર્થીઓને પરત લાવ્યા, નર્મદાનું પાણી લાવ્યા, વિવિધ ધાર્મિક સ્થાનો આસ્થાના કેન્દ્રોને ફરી ઉર્જાવાન કર્યા હોવાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાણીપ ખાતે યોજેલી સભામાં જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને કેજરીવાલ પર આક્ષેપ કર્યો હતોકે, કચ્છ, દરિયા કિનારો કે પછી તોફાનોથી ગુજરાતને સુરક્ષિત રાખવાની તાકાત તેમની પાસે પાસે નથી. માત્ર ભાજપ જ ગુજરાતને સુરક્ષિત રાખી શકે છે.

રાણીપ ખાતે જાહેર સભા સંબોધતાં તેમણે કહ્યું કે, રાણીપના વિકાસથી તેઓ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, આ મત તમે હર્ષદભાઇને નહીં પણ ભૂપેન્દ્રભાઇને મુખ્યમંત્રી બનાવવા માટે આપો છો તે યાદ રાખજાે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૧૯૯૦થી કોંગ્રેસનું રાજ નથી. માત્ર એક બે દગાઓને બાદ કરતાં ભાજપની જીત થઇ રહી છે. તેમણે કહ્યું, ૧ જાન્યુઆરી ૨૦૨૪માં રામમંદિર જાેવા મળશે. તેમણે કાશી વિશ્વનાથ, ઉજ્જૈન, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસીયાઓ આ કરી શકતાં હતા પણ વોટબેંકની બીક લાગતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/