fbpx
ગુજરાત

ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાને દર મહિને રૂ.૧૦ હજારનું ભરણપોષણ ચૂકવવા કોર્ટનો આદેશ

ઘરેલું હિંસાનો ભોગ બનેલી પાટણમાં રહેતી એક પરિણીત મહિલાને પાટણ જયુડીસીયલન કોર્ટનાં મેજિસ્ટ્રેટે આ મહિલાના પતિ તેમની પત્ની (અરજદાર)ને વચગાળાનાં ભરણપોષણ પેટે માસિક રૂા. ૧૦ હજાર દરમહિને નિયમિત રીતે અરજીની તારીખથી ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. પાટણની કોર્ટે વધુમાં એવો પણ હુકમ કર્યો છે કે, આ અરજદાર મહિલાનાં પતિએ મકાનનાં બાકી નિકળતા લોનનાં તમામ હપ્તાઓ ભરવાનાં રહેશે. તથા અગાઉનાં બાકી રહેલા લોનનાં હપ્તા પણ પતિએ બેંકમાં ભરપાઇ કરવાનાં રહેશે. તથા અરજદાર મહિલા (પત્નિ)નાં રહેઠાણની વ્યવસ્થા પેટે માસિક રૂપિયા ૧૦ હજાર અરજદારને તેનાં પતિએ નિયમિત ચૂકવી આપવાનાં રહેશે. પાટણની કોર્ટનાં મેજિસ્ટ્રેટે વધુમાં એવો પણ હુકમ કર્યો હતો કે, અરજદાર જે મકાનમાં રહે છે તે મકાનમાં તેમનાં પતિ પ્રવેશ કરે કે કરાવે નહિં તેમજ આ મકાનમાં અરજદાર સાથે કોઇપણ રીતે ઘરેલું હિંસા આચરવી નહિં.

આ મકાનમાંથી અરજદારને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પતિએ દૂર કરવા કોઇ પ્રયત્ન કરવો કે કરાવવો નહિં. તે મકાનમાં પડેલા તેમનાં ઘરવખરીનાં સામાનની તોડફોડ કરવી કે કરાવવી નહિં તેમજ પત્નિ (અરજદાર)નાં કબજાવાળા ઘરમાં આવીને તેમને કોઇપણ રીતે ત્રાસ પહોંચાડવો નહિં. કોર્ટે આ મહિલા અરજદારે માંગેલી ચાર મુદ્દાની દાદ પૈકી વચગાળાની હુકમની ત્રણ દાદ મંજૂર કરી હતી ને એક દાદ વચગાળાનાં તબક્કે નામંજૂર કરી હતી. આ કેસની વિગતો એવી છે કે, મૂળ પાટણનાં વતની એક મહિલાએ ૨૦૧૬માં મૂળ પાટણનાં અને હાલમાં મુંબઇમાં શિક્ષણ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. બાદમાં પતિ સહિત તેમનાં પરિવારના પાંચ અન્ય સભ્યો સામે વિવિધ પ્રકારનાં આક્ષેપો કરીને પતિ પાસેથી ભરણપોષણ મેળવવા તથા પતિની મિલકતમાં હક્ક અપાવવા સહિતની કેટલી માંગણી કરતી અરજી તેમણે તેમનાં એડવોકેટ બિપીનભાઇ એન. બારોટ મારફતે પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં કરતાં મેજિસ્ટ્રેટ પ્રિયંકાબેન લાલે તેની સુનાવણી કરીને ઉપરોક્ત હુકમ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/