fbpx
ગુજરાત

નડિયાદના ચકલાસીમાં ૭ શખ્સોએ ઘરમાં ઘૂસી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પરંતુ આ પછી મનદુઃખ થવાના બનાવો સામે આવી રહ્યા છે. નડિયાદના ચકલાસીમા ખાનગી સ્કૂલ બસમાં બેસી આવેલા ૭ શખ્સોએ એકના ઘરમાં ઘૂસી તેના પરિવારજનોને ધમકીઓ આપતા સમગ્ર મામલો ચકલાસી પોલીસમાં પહોંચ્યો છે. ઘરમાં ઘૂસેલા લોકોએ એક પાર્ટીનું નામ લઇને કર્યું કે, તને એ પાર્ટીમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો છે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ૭ શખ્સો ચાલ્યા ગયા છે. નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે પાટવી ફળીયામાં રહેતા ૨૫ વર્ષિય અજય પ્રભાતભાઈ વાઘેલા પોતે ચકલાસી ગુરૂકૃપા સોસાયટી ખાતે રહેતા ચેતનસિહ અંબાલાલ વાઘેલાની ગાયત્રી પાઉંભાજી નામની દુકાનમાં નોકરી કરે છે.

અજયભાઈ મોટાભાગે ચેતનસિહના ઘરમાં જ રહે છે. વિધાનસભાની ચૂંટણી હોવાથી ચેતનસિહ એકપક્ષના કામ અર્થે ઘરની બહાર હતા. સાંજના ચકલાસી ખાતેના ગમનપુરા વિસ્તારમાં રહેતા કનકસિંહ ફુલાભાઈ વાઘેલા મોટરસાયકલ લઈને ચેતનસિહના ઘર પાસે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કીધેલું કે ‘ક્યા ગયો ચેતન તેને ચૂંટણીનો ચસ્કો લાગ્યો છે’, તેમ કહેતા અજય વાઘેલાએ જણાવ્યું હતું કે ચેતનસિહ ઘરે નથી. જેથી આ કનકસિહ કહેવા લાગેલા કે ચેતનને બોલાવી રાખ હું આવું છું તેમ કહી જતા રહ્યા હતા.થોડી વાર પછી આ કનકસિંહ વાઘેલા તેમના મળતીયા સંદીપ ઉર્ફે કોલગેટ કનુભાઈ વાઘેલા, રમેશ માસ્તર, વિશાલ મહેન્દ્રભાઈ વાઘેલા, યોગેશ ફતાભાઈ વાઘેલા, કિરણ વાઘેલા અને મહેન્દ્ર માસ્તર આ તમામ લોકો ખાનગી સ્કૂલ બસમાં સવાર થઈને ચેતનસિંહના ઘરે આવેલા અને આ તમામ લોકોએ ગમે તેમ ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે, ક્યાં ગયો ચેતન તેને સમજાવી દેજાે કે તેને આગળ પડી બહુ કામ કરતા આવડે છે તેમ કહી ચેતનસિંહના પરિવારજનો સાથે બોલાચાલી કરી હતી.

ચેતનસિંહના ભાઈ અશ્વિનભાઈ સમજાવવા જતા આ તમામ લોકો કહેવા લાગ્યા હતા કે, તમોને જીવતા મૂકવાના નથી આજે ચેતન હાથમાં નથી આવ્યો હાથમાં આવ્યો હોત તો તેના કટકા કરી નાખત તેમ કહી ઘરમાં ઘૂસી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જાેકે સામે ચેતનસિંહના પરિવારજનોએ કંઈ કહેલ નહોતું. સમગ્ર મામલે ચકલાસી પોલીસમા ઉપરોક્ત ધમકી આપનાર ૭ શખ્સો સામે અજય વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૯, ૪૫૨, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/