fbpx
ગુજરાત

ખંભાત કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું

ખંભાત તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ કોંગી ઉમેદવાર ચિરાગ પટેલે બાબાસાહેબ આંબેડકરના ૬૬માં પરીનિર્વાણ દીને તેમના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું. ખંભાત કોંગ્રેસ સમિતિના આગેવાનો અને બાબાસાહેબના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગી ઉમેદવાર ચિરાગ પટેલે જણાવ્યું કે, લોકશાહીને ટકાવવા બાબાસાહેબના સંવિધાનને બચાવવું જરૂરી છે. બાબાસાહેબ આંબેડકરે સમગ્ર વિશ્વમાં મજબૂત લોકશાહીના ઉત્તમ નમૂનારૂપ સંવિધાનની ભેટ આપી તમામ લોકોને સમાન હકક, સ્ત્રીઓ માટે શિક્ષણના તમામ દ્વાર ખોલ્યા છે. તેમજ એક વોટની કિંમત શું છે અને એક વોટ લોકશાહીમાં શું કરી શકે છે, તેની ગમે તેવા મોટા નેતાને પણ પ્રજાને શરણે લાવે તેવુ સંવિધાનની ગણના થાય તેવા ભારતના સંવિધાનની રચના કરી છે.

બંધારણના રચયિતા ડો.બાબા સાહેબ આંબેડકરના ૬૬માં પરીનિર્વાણ દિવસ આટલે ૬ ડિસેમ્બરના રોજ ખંભાત તાલુકા કોંગ્રેસ સમિતિના ચંદુભાઈ કડિયા, બાબુભાઈ માયાવશી તેમજ કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલે બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, બાબા સાહેબે દબાયેલ, કચડાયેલા તેમજ શોષિત વર્ગ માટે કરાયેલ કામ માટે દેશ હંમેશા તેમને યાદ કરશે. હાલમાં ચાલી રહેલા રાજકારણ સંદર્ભે લોકશાહી બચાવવા સંવિધાનને બચાવવું પણ ખૂબ જરૂરી છે. એમ પણ જણાવ્યું હતું અને બાબા સાહેબ અમર રહો ના નારા લગાવી બાબા સાહેબને નમન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/