fbpx
ગુજરાત

અમદાવાદ મેટ્રો રાતનાં આટલા વાગ્યા સુધી દોડશે! આ પણ બદલાયું છે? જાણો

અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ માટે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા સવારે ૭ઃ૦૦થી રાત્રે ૧૦ઃ૦૦ સુધી કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, પહેલા મેટ્રો ટ્રેનનો સમય સવારે ૯થી રાતનાં આઠ વાગ્યા સુધીનો હતો. ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે, અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક, જે પહેલા સવારે ૯થી રાત્રે ૮ વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી.

આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા આજથી એટલે તારીખ ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના ૦૯થી રાતનાં ૦૮ની સમય મર્યાદા વધારીને સવારે ૭થી રાત્રે ૧૦ સુધી હંગામી ધોરણે કરવાનો ર્નિણય કરાયો છે. હાલ માંગ જાેતા પૂર્વ-પશ્ચિમમાં દર ૧૮ મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર ૨૫ મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી. જેને મુસાફરોની સંખ્યા જાેતાં તેનો દર ૧૫ મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો ર્નિણય લેવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/